પુરૂષો માટે 21.3 જ્યારે મહિલાઓ માટે
7 કિ.મી.ની હાફ મેરેથોન યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ટાટા કેમિકલ્સ લિમિટેડએ આજે મીઠાપુરમાં ઓપન સૌરાષ્ટ્ર હાફ મેરેથોનની 22મી એડિશનનું આયોજન કર્યું હતું. આ મેરેથોનમાં સમાજના વિવિધ વર્ગોમાંથી 700થી વધારે લોકો સામેલ થયા હતા. જ્યારે પુરૂષો માટે હાફ મેરેથોન 21.3 કિલોમીટરની હતી, ત્યારે તેમાં મહિલાઓ માટે 7 કિલોમીટરને આવરી લેવામાં આવ્યા હતા. કંપનીના નોન-એક્ઝિક્યુટિવ, ઈન્ડિપેન્ડન્ટ ડિરેકટર વિભા પોલ રિશિએ મેરેથોનને ફ્લેગ ઓફ કરી હતી. આ મેરેથોન સ્થાનિક વચ્ચે સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા ધ્યાન કેન્દ્રિત કરે છે તથા તેમાં મીઠાપુરમાંથી જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો. હાફ મેરેથોન પૂર્ણ કરનાર તમામ સહભાગીઓને કંપનીએ સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. આ મેરેથોનની સફળતા પર ટાટા કેમિકલ્સ લિમિટેડ મીઠાપુરના મેન્યુફેકચરિંગના વીપી એન. કામથે કહ્યું હતું કે લોકો બહાર આવી રહ્યા છે અને આટલી મોટી સંખ્યામાં સહભાગી થઈ રહ્યા છે એ જોવું આનંદદાયક છે. ટાટા કેમિકલ્સ છેલ્લાં બે દાયકાથી આ મેરેથોનનું આયોજન કરે છે અને લોકોનો ઉત્સાહ અમને આ મેરેથોનને ચાલુ રાખવા પ્રેરિત કરે છે. અમને ખુશી છે કે ત્રણ વર્ષના અંતરાલ પછી મેરેથોનની અગાઉ જેવા જ ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ટાટા કેમિકલ્સની પહેલને પરિણામે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સભાન થયા છે અને જીવનશૈલીની સ્વસ્થ રીતો અપનાવે છે.
ટાટા કેમિકલ્સની 22મી હાફ મેરેથોનમાં 700થી વધુ લોકો જોડાયા
