હળવદ માળીયા બાયપાસ હાઈવે પર વારંવાર અકસ્માતોના બનાવ સામે આવતા હોય છે ત્યારે આજે હળવદ માળીયા હાઈવે પર દેવળીયા પાટીયા નજીક રોડ ઉપરથી પસાર થતા એક વૃદ્ધને એસટી બસે ઠોકર મારતાં વૃદ્ધનું મોત નીપજયું હતું. બનાવની જાણવા મળતી વિગત મુજબ અમદાવાદથી કચ્છ તરફ જનારી એસટી બસ હળવદ માળિયા હાઇવે પર દેવળીયા પાટીયા નજીક પહોંચી ત્યારે રોડ પરથી પસાર થતા વૃદ્ધ રામાભાઈ જીવીદાસભાઈ પટેલને એસટી બસે ઠોકર મારતાં રામાભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા તો હળવદ પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદના દેવળીયા પાટીયા નજીક એસટી બસની ઠોકરે વૃદ્ધનું મોત
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/thokar.jpeg)
Follow US
Find US on Social Medias