રાજકોટ છેલ્લા એક દોઢ વર્ષ થી સેવા યજ્ઞ ગ્રુપ પડધરી દ્બારા પડધરી તથા પડધરી તાલુકાની આજુ-બાજુ વિસ્તારમાં નિરાધાર વ્યક્તિ,રખડતું –ભટકતું જીવન જીવતા હોય,માનસિક અસ્થિરતા વ્યક્તિઓ જેઓને કુટુંબ –પરિવારના હોય તેઓની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવી કે નિરાધાર વ્યક્તિઓને જમવાનું,કપડા,ઠંડીમાં ધાબળા,ગરમ વસ્ત્રો આપવા,રખડતા-ભટકતા જીવન જીવતા લોકોને રહેઠાણ,જમવાનું,વસ્ત્રો,આપવા,માનસિક અસ્થિર વ્યક્તિને જમવાનું,નાહવાનું,બાલ-દાઢી-નખ કપાવવા,નવા વસ્રો આપવા,રહેઠાણ આપવું,શરીરથી અશક્ત ,દિવ્યાંગ વ્યક્તિ,બિમારીથી કામ-કાજ ન કરી શકતા વ્યક્તિઓની પરિવારના નાના બાળકોને ભણતર માં મદદ કરવી,વ્યસન મુક્તિ કરાવવી,આરોગ્ય સારવાર આપવી આવા વગેરે કામો આ ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે.
જેઓ હાલમાં જ ૨૬ મિ જાન્યુઆરી પ્રજાસતાક દિન નિમિત મહાસ્કતદાન કેમ્પનું આયોજન પનામ હોસ્પિટલ-પડધરી ખાતે કરવા જય રહ્યા છે,જેમાં જે પણ ભેગું થશે એ રક્ત આ ગ્રુપ ના સહયોગથી જરૂરિયાત મંદ બીઝાર વ્યક્તિ જેવા કે થેલેસેમિયા થી પીડિત બાળકો,ગંભીર અકસ્માતમાં ઓપરેશન દરમ્યાન રક્તની જરૂરિયાત તેમજ હાલના પ્રવર્તમાન કાળમાં સમગ્ર વિશ્વ જે વૈશ્વિક મહામારી થી પીડાય છે-કોરોના બિમારીથી જરૂર પડતી લોહી ની જરૂરિયાત જેમાં આ રક્ત એકઠું થશે તે વપરાશે માટે સમગ્ર જનતાને અપીલ છે કે આ મહાસ્ક્તદાન કેમ્પમાં પોતાના રક્તનું દાનકરી આ અમુલ્ય રક્તદાન ના દાતા બને તદઉપરાંત સેવા યજ્ઞ ગ્રુપ – પડધરી ભવિષ્યમાં પણ નિરાધાર,માનસિક અસ્થિર,રખડતું –ભટકતું જીવન જીવતા,દિવ્યાંગ,રોગથી શરીસમાં આવેલી ખોડ ખાપણ જેમના નાના બાળકોને પડતી ભણતરમાં તકલીફોમાં સહભાગી થવું. વ્યસન મુકતી,અંધ શ્રદ્ધા મુકતી અભિયાન,વૈજ્ઞાનિક યુગ ની જાણકારી સામાજિક –કાર્યો રાષ્ટ્રમાં આવતી કુદરતી આફતોમાં માનવ સહભાગી વગેરે જેવા કાર્યો માં આગળ પડતું રહેવું એ આ સેવા યજ્ઞ ગ્રુપનો મુખ્ય ધ્યેય છે. આ સર્વે ભારતીય રાષ્ટ્રના નાગરિક ને આ સેવા યજ્ઞ ગ્રુપ-પડધરી આહ્વાન કરે છે,કે ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ મંગળવાર ના રોજ મહારક્તદાન કેમ્પમાં જોડાય ને સહભાગી બને.
રક્તદાન કેમ્પનું સ્થળ :- પનામ હોસ્પિટલ,જૂની મામલતદાર કચેરી સામે