વિસાવદરનાં રામપરામાં દુષ્કર્મની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત
પોલીસે મોબાઇલ કબ્જે કરી ઋજકમાં મોકલ્યા
- Advertisement -
376 અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો
સ્થાનિક આગેવાનોએ કડક સજા કરવાની માંગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરનાં રામપરા ગામે તરૂણી સાથે દુષ્કર્મની જધન્ય ઘટનાના ઘેરા પડઘા પડયા હતા અને ચકચાર મચી જવા આપી હતી. દુષ્કર્મની ઘટનાને પોલીસે ગંભીરતાથી જોતા ગણતરીની કલાકોમાં ભેંસાણના અલ્તાફ હોથી અને તેનો સાથી મિત્ર સગીરવયનાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે બંન્ને આરોપી પાસેથી મોબાઇલ કબ્જે કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. તેમજ મોટરસાયકલ પણ કબ્જે કરવામાં આવ્યુ છે. બંન્ને આરોપી સામે 376/3, 506/2-114 પોકસોની 4-8-17ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના મામલે વિસાવદર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડતા જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલીયા વિસાવદર દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યા અનુસાર દુષ્કર્મની ઘટનામાં અલ્તાફ હોથીએ તરૂણીને વોટ્સએપ વિડીયો કોલ કરીને કપડા ઉતારવાનું કહીને વિડીયો રેકોર્ડ સેવ કરી લીધો હતો અને ત્યારબાદ અલ્તાફ હોથીએ યુવતીના ઘરે જઇને ફોન કરી બહાર આવવાનું કહીને જણાવ્યુ હતુ કે, તુ બહાર નહીં આવ તો તારૂ જે વિડીયો રેકોર્ડીગ કરેલ છે તે વાયરલ કરી દઇશ. તેવી ધમકી આપતા તરૂણી બહાર આવી હતી અને વિડીયો રેકોર્ડીંગ વાયરલ થવાની બીકે ગભરાઇને બહાર આવી હતી અને ત્યારબાદ અલ્તાફ હોથી શરીર સબંધ બાંઘ્યો હતો અને આ દુષ્કર્મના તેના સાથી સગીરવય યુવાને મદદગારી કરી હતી. હાલ બંન્નેને ઝડપી લઇ પોલીસે પુરાવા એકત્ર કરીને વધુ તપાસ તેજ કરી છે.
- Advertisement -
દુષ્કર્મની ઘટના મામલે સ્થાનિક આગેવાનોમાં રોષ
વિસાવદરનાં રામપરા ગામે તરૂણી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા આગેવાનો અને વિશ્ર્વહિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ હરેશ સાવલીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ રાજ રીબડીયા, કિશાન મોરચાના પ્રમુખ રામભાઇ સોજીત્રા સહિતના સામાજીક આગેવાનો પોલીસ સ્ટેશન રેલી સ્વરૂપે પહોંચીને ડીવાયએસપીને કડક સજા કરવાની માંગ સાથે દાખલારૂપ કામગીરી કરવાની માંગ કરી હતી.