- ભારતીય હવાઈ સીમામાં ઘૂસવાના ચીનના પ્રયાસોને પણ વળતો જવાબ અપાશે
અરુણાચલમાં ચીની સૈન્યની તવાંગ ક્ષેત્રમાં ઘુસણખોરી બાદ હવે ચીન ભારતીય હવાઈ સીમામાં ઘુસવાનો પ્રયાસ કરે તે પૂર્વે જ અરુણાચલથી લઇ લદાખ સુધીની ચીન સાથેની લાંબી સરહદ પર હવાઈ પેટ્રોલીંગ પણ વધારી દેવાયું છે.
આજ સવારથી ભારતીય હવાઈ દળના લડાયક વિમાનોએ આક્રમક ઉડાન ભરી હતી તથા ચીની હવાઈ દળને સંદેશો મોકલી આપ્યો હતો. તવાંગ સેક્ટરમાં ચીન લાંબા સમયથી ઘુસણખોરી કરવા પ્રયત્ન કરતો હતો.
- Advertisement -
અગાઉ લદાખની ગલવાન ઘાટીમાં જે ઝડપ સર્જાઇ હતી તેવી જ સ્થિતિ તવાંગમાં ઉભી કરવા પ્રયત્ન થયો હતો પરંતુ ભારતીય સેનાએ તે નિષ્ફળ બનાવાયા બાદ તે છેલ્લા ત્રણ દિવસમાં ચીનના હવાઈ દળના વિમાનોએ તેની જ હવાઈ સીમામાં ઉડ્ડયન કરતા ભારતે પણ વળતા જવાબમાં લડાયક વિમાનોને હવામાં તરતા કર્યા હતા અને હવાઈ ઘુસણખોરીને પણ મારી હટાવવા ભારત તૈયાર છે તેવો સંદેશો આપ્યો હતો.