ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જશે પંજાબ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે પૂર્વ CM વિજય રૂપાણી આજે પંજાબ જશે. જોકે અહી નોંધનીય બાબત એ છે કે, વિજયભાઇ રૂપાણીને મિશન 2024ને લઈ ભાજપે પંજાબ પ્રભારી બનાવ્યા છે. જેથી હવે ગુજરાત જીત બાદ હવે રૂપાણીનો પંજાબમાં કેમ્પ છે. આજે રૂપાણી પંજાબના પ્રભારીનો ચાર્જ સંભાળશે. પંજાબ AAP પાર્ટીને હરારવાના પડકાર સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંજાબ જશે.
- Advertisement -
BJP appoints party's state incharges & co-incharges for states
Ex-Tripura CM Biplab Deb to be the incharge of Haryana,ex-Gujarat CM Vijay Rupani to be that of Punjab-Chandigarh, ex-Bihar Minister Mangal Pandey to be that of WB & Sambit Patra to be coordinator of northeast states pic.twitter.com/z80tMyGYQw
— ANI (@ANI) September 9, 2022
- Advertisement -
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ રાજ્યના પ્રભારી બનાવાયા છે. થોડાક સમય અગાઉ જ વિજય રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાએ આ મોટી જવાબદારી આપવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે કુલ 15 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિમણૂક કરી છે. જોકે હવે ગુજરાતની ચૂંટણી પૂર્ણ થતાં જ આજે વિજય રૂપાણી પંજાબ જશે અને પંજાબના પ્રભારીનો ચાર્જ સંભાળશે.
મહત્વનું છે કે, પંજાબમાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે. આમ આદમી પાર્ટી શાસિત રાજ્યમાં વિજય રૂપાણી ભાજપને બેઠી કરવાનું કામ કરશે. આ રાજ્યમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ હોવા છતાં હાઇકમાન્ડે વિજય રૂપાણી પર ભરોસો મૂકી આ જવાબદારી સોંપી છે. પંજાબમાં ચૂંટણીને હજી ચાર વર્ષની વાર છે. આ વર્ષોમાં વિજય રૂપાણી પ્રભારી બનીને પંજાબમાં ભાજપને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. વિજય રૂપાણી માટે એવું કહેવાય કે તેઓ સંગઠનના નેતા છે.