સતત 7મી વખત ભાજપની સરકાર
મોદી મેજિક યથાવત વિરોધીઓનાં સૂપડાં સાફ થઈ ગયાં
- Advertisement -
ગુજરાતનાં ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવનાર પક્ષ બન્યો ભાજપ
કૉંગ્રેસની અત્યાર સુધીની સૌથી કારમી હાર
મફતિયું કશું ન ખપે ગુજરાત નમો-નમો જપે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સ્પષ્ટ બહુમતની સરકાર બની રહી છે. આજનાં પરિણામ પરથી એક વાત તો સ્પષ્ટ થઈ જ ગઈ છે કે, ગુજરાતની જનતાને મફતિયું કશું ન ખપે… ગુજરાત નમો-નમો જ જપે… અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતી ગયા છે. આ સિવાય રાજકોટ પશ્ર્ચિમની બેઠક, જે સીટ પરથી નરેન્દ્ર મોદી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા, વિજય રૂપાણી પણ એ જ સીટ પરથી મુખ્યમંત્રી બન્યા હતા એ સીટનાં ઉમેદવાર ડો. દર્શિતા શાહ જીતી ગયાં છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલે પણ મોટાં માર્જિનથી જીત મેળવી છે. જીતની ઉજવણી ગાંધીનગર કમલમમાં શરૂ થઈ ગઈ છે. જ્યારે આજે સાંજે મોદી પણ દિલ્હી કાર્યાલયમાં આ જીત વધાવવા માટે આવશે અને કાર્યકરોને સંબોધન કરવાના છે. માનવામાં આવે છે કે 12 ડિસેમ્બરે ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ, ગ્રાઉન્ડ ખાતે 2 વાગે શપથવિધિ યોજવામાં આવશે.
ભાજપને મોદીએ જીત અપાવવા 21 સભા અને 3 રોડ શૉ કર્યા: C.R. પાટિલ
સીઆર પાટીલે જણાવ્યું હતું કે ભાજપ ફરી સરકાર બનાવી રહી છે. જનતાએ પહેલાંથી સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ગુજરાતની જનતાનો હું આભાર માનું છું. નરેન્દ્ર મોદીએ ભાજપને જિતાડવા 21 સભા 3 રોડ શો કર્યા. નરેન્દ્ર મોદીને કારણે જીત મળી છે. ગૃહમંત્રી અમિત શાહે 33 સભા તેમજ રોડ શો કર્યા અને કાર્યકર્તાને માર્ગદર્શન આપી તૈયાર કર્યા. સીઆર પાટીલે તમામ લોકોનો આભાર માન્યો તેમજ 80 લાખ પેજ કમિટી સભ્યનો આભાર હતો અને જણાવ્યું હતું કે સંકલ્પ પરિશ્રમ સંતોષજનક પરિણામ. કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને વિકાસકાર્યોને પહોંચાડ્યા. ગુજરાતમાં બીજી પાર્ટીએ વાયદા કર્યા, કારણ કે તેમને સત્તામાં આવવાનું નહોતું. બીજી પાર્ટીએ એવા વાયદા કર્યાજે ક્યારે પૂરા ના થાય. ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી શક્તિ પણ ઇલેક્શનમાં જોવા મળી. ગુજરાતે ગુજરાતવિરોધી શક્તિને નકારી ભાજપને જિતાડી. કેટલાક લોકોએ અમારી સરકાર બનશે એવું લખીને આપ્યું, ગુજરાતની જનતા સમજીને વોટ કરે છે. ભરોસાને ટકાવી રાખવો એ અમારી જવાબદારી.