ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ પર ઈઝરાયેલના ફિલ્મ નિર્માતાના વિવાદિત નિવેદન પર અભિનેતા અનુપમ ખેરની પ્રતિક્રિયા સામે આવી છે.
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)નું સમાપન થઈ ગયું છે, જેનું આયોજન ગોવામાં કરવામાં આવ્યું હતું. IFFIના સમાપન સમારોહ (closing ceremony)માં જ્યારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને પ્રોપેગન્ડા અને અભદ્ર (vulgar) કહેવામાં આવી ત્યારે હડકંપ મચી ગયો હતો. ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડ (Nadav Lapid)ના પ્રોપગન્ડાવાળા નિવેદન પર એક પછી એક સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. હવે આ નિવેદન પર અભિનેતા અનુપમ ખેરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
- Advertisement -
झूट का क़द कितना भी ऊँचा क्यों ना हो..
सत्य के मुक़ाबले में हमेशा छोटा ही होता है.. pic.twitter.com/OfOiFgkKtD
— Anupam Kher (@AnupamPKher) November 28, 2022
- Advertisement -
અનુપમ ખેરની પ્રતિક્રિયા
વાસ્તવમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના જ્યુરી ચીફ નાદવ લેપિડના નિવેદન પર બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને કહ્યું કે, ‘અસત્યનું કદ ભલે ગમે તેટલું ઊંચું હોય, સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું જ હોય છે.’ આ સાથે જ અભિનેતાએ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના પોતાના ફોટા પણ શેર કર્યા છે.
ઇઝરાયલી ફિલ્મમેકરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ગણાવી ‘પ્રોપેગન્ડા ફિલ્મ’
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ બનાવી છે અને તે અંગે દેશમાં ઘણો વિવાદ પણ થયો હતો. ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા અને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના જ્યુરી ચીફ નાદવ લેપિડ (Nadav Lapid)એ આ ફિલ્મને ‘પ્રોપેગન્ડા ફિલ્મ’ ગણવાની સાથે સાથે આ ફિલ્મની નિંદા કરતા તેને ‘અભદ્ર (vulgar) ફિલ્મ’ કહી.
અભિનેતા દર્શન કુમારનું નિવેદન
નાદવ લેપિડ (Nadav Lapid)ના નિવેદન પછી જ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી. જે બાદ એક પછી એક ફિલ્મના મેકર્સ અને કલાકારોના નિવેદનો સામે આવી રહ્યા છે. એટલું જ નહીં અભિનેતા દર્શન કુમારે પણ આ નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે આ હકીકતને નકારી શકાય નહીં કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક એવી ફિલ્મ છે જે એક સામાન્ય કાશ્મીરી પંડિતની દુર્દશા દર્શાવે છે.