આપણે બધા આપણા પરિચયમાં આવેલા દરેક માણસ માટે એક ચોક્કસ પ્રકારની ગ્રંથિ બાંધી લઈએ છીએ. કનુ કપટી છે, મનુ મતલબી છે, સુરેશ સ્વાર્થી છે, દિનેશ દંભી છે, લલિત લંપટ છે, ખીમજી ખટપટી છે, વગેરે વગેરે…
બીજા લોકો આપણા માટે પણ આવી જ કોઈ ગ્રંથિ માનીને વ્યવહાર કરતા હોય છે, આ વાત આપણે યાદ રાખવી જોઈએ.
- Advertisement -
હકીકત એ છે કે દરેક માણસ હું એની સાથે કેવી રીતે વર્ત્યો છું એ બાબત પરથી મારા માટે માન્યતા બાંધી લે છે. હું બધાની સાથે એકસરખું વર્તન ન કરતો હોઉં, એટલે કોઈ મને ખરાબ માને, કોઈ મને સારો માને અને કોઈ મને ઉત્તમ માને. આ બધા જ એમની રીતે સાચા હોઈ શકે. તો પછી ખરો ’હું’ કોણ છું? કેવો છું? અહીં ’હું’ એટલે આપણે બધા. તમે પણ એમાં આવી જાઓ.
અંગ્રેજીમાં એક ઉક્તિ છે. ’અ ળફક્ષ શત ફ બીક્ષમહય જ્ઞર ભજ્ઞળાહયડ્ઢશશિંયત’. મનુષ્ય વિચિત્રતાઓનું પોટલું છે. આપણામાં સારા અને ખરાબ તમામ તત્ત્વો મોજૂદ છે. જેની સાથે આપણે સારી રીતે વર્તન કરીએ છીએ એ આપણને સારા માને છે, જેની સાથે ખરાબ રીતે વર્તન કરીએ છીએ એ આપણને ખરાબ માને છે.
આપણે આપણાં વ્યક્તિત્વમાં, આપણી પ્રકૃતિમાં સારો બદલાવ લાવવા માટે પ્રયત્ન કરીએ. આપણું વર્તન બધાંની સાથે એકસમાન, સારું અને સુરેખ હોવું જોઈએ એ દિશામાં સતત પ્રયત્નશીલ રહીએ.
- Advertisement -
જગતની તમામ ચીજો પરિવર્તનશીલ છે. ફૂલ, વૃક્ષો, નદી, જમીન આ બધું જ કાળક્રમે બદલાતું રહે છે. તો પછી આપણો સ્વભાવ કેમ પરિવર્તન ન પામે?