ન્યુઝીલેન્ડે ભારત સામેની 3-3 મેચની હોમ ODI અને T20I સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે.
ટી20 વર્લ્ડ કપ બાદ હવે ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ ટુર પર નીકળી પડી છે અને ન્યુઝીલેન્ડ સીરીઝની શરૂઆત 18 નવેમ્બરથી થઇ રહી છે. આ સીરીઝમાં ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચ રમાશે. ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 18 નવેમ્બરથી 3 મેચની ટી20 સીરીઝ શરૂ થવા જઈ રહી છે. આ સીરીઝ બાદ બંને ટીમો વચ્ચે 3 વનડે રમાશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના સિલેક્ટરો એ પણ આ બંને સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. હાર્દિક પંડ્યા ટી-20માં કેપ્ટનશિપ કરશે જ્યારે શિખર ધવનને વનડે સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
- Advertisement -
આ સાથે જ ન્યુઝીલેન્ડે ભારત સામેની 3-3 મેચની હોમ ODI અને T20I સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. જો કે બંને સિરીઝની કિવી ટીમમાં વધારે ફેરફાર નથી પણ બે સિરીઝની વચ્ચે થોડા ખેલાડીઓ અદલાબદલી જોવા મળી છે. પણ આ બધા વચ્ચે સૌથી ચોંકાવનારો નિર્ણય એ છે કે ભારત સામે પ્રથમ વખત ફિન એલન T20 અને ODIમાં રમતા જોવા મળશે. જણાવી દઈએ કે ટી-20 સીરીઝમાં તે ભારત સામે રમશે એ વાત નિશ્ચિત હતી પણ આ વખતે ન્યુઝીલેન્ડ ટીમ મેનેજમેન્ટે ODI સીરીઝ માટે પણ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Our squads to face India in three T20I's & three ODI's starting on Friday at @skystadium 🏏
Details | https://t.co/OTHyEBgKxQ#NZvIND pic.twitter.com/2Ov3WgRJJt
- Advertisement -
— BLACKCAPS (@BLACKCAPS) November 14, 2022
જણાવી દઈએ કે ODI અને T20 માટે પસંદ કરાયેલી ટીમમાં માર્ટિન ગુપ્ટિલના સ્થાને ફિન એલનને સ્થામ આપવામાં આવ્યું છે. 23 વર્ષીય એલન પાસે અત્યાર સુધી માત્ર 23 T20 ઈન્ટરનેશનલ અને 8 ODI રમવાનો અનુભવ છે પણ આમાંથી એક પણ મેચ તેઓ ભારત સામે નથી રમ્યા એટલે જોવા જીએ તો ભારત સામે ફિન એલન ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.
ભારત સામે નહીં રમે ટ્રેન્ટ બોલ્ટ
આ વખતે ODI અને T20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડ ટીમની બોલિંગની જવાબદારી ટિમ સાઉદી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર અને એડમ મિલ્નેના ખભા પર રહેશે. જો કે સાઉદી અને હેનરી એ ફક્ત ODI સીરિઝ માટે ટીમનો ભાગ બનશે અને આ ઉપરાંત સ્ટાર ખેલાડી ટ્રેન્ટ બોલ્ટ ભારત સામેની સીરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમનો ભાગ નહીં બને.
Mitch Santner and Kane Williamson preview the upcoming limited overs Series against India, starting with the first T20I this Friday at @skystadium 🏏#NZvIND pic.twitter.com/xIdNWXUZEC
— BLACKCAPS (@BLACKCAPS) November 14, 2022
કેન વિલિયમસન ટીમનો કેપ્ટન રહેશે
હાલ જ ન્યુઝીલેન્ડે ભારત સામેની સીરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી અને એ સાથે જ કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ત્રણ વનડે સીરિઝની છેલ્લી મેચમાં જિમ્મી નીશમ બહાર રહેશે અને તેની જગ્યા એ હેનરી નિકોલ્સ આવશે.
ન્યુઝીલેન્ડની T20 ટીમ: કેન વિલિયમસન, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરેલ મિશેલ, એડમ મિલ્ને, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, બ્લેર ટિકનર.