વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સતતને સતત શહેરના અલગ અલગ વિસ્તારોનું પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે થોરાળા પોલીસ સ્ટેશને દૂધસાગર રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટર ડો. એલ.કે.જેઠવાના માર્ગદર્શન હેઠળ થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે દૂધસાગર રોડ પર પીજીવીસીએલ સામે ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી 5016 વિદેશી દારૂ જેની કિંમત અંદાજે 6.70 લાખનો અને ટ્રક જેની કિંમત 3.50 લાખ સહિત 10.27 લાખનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.
10.27 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપતી થોરાળા પોલીસ

You Might Also Like
Follow US
Find US on Social Medias