ઉમેદવારો 40 લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે, રોજેરોજના ખર્ચનો હિસાબ આપવો પડશે : મતદારોને કાપલી બ્લેક એન્ડ વ્હાઈટના 30, કલરના 65 રૂપિયા
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારના ધમધમાટ વચ્ચે ચૂંટણી અધિકારીએ ચૂંટણીમાં વપરાતી દરેક વસ્તુના ભાવ નક્કી કરી દીધા છે. જેમાં ઉમેદવારની ઓફિસનું ભાડું 15000નો ચા-નાસ્તાના 45, જમણવારની થાળીના 120 અને ઉમેદવાર મતદારોને મતદાન માટેના જે સ્લીપ વહેંચશે તો બ્લેક એન્ડ વ્હાઈટના 30 અને કલર સ્લીપના 65 રૂપિયા નક્કી કરાયા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. જયારે 17મીને ગુરૂવારે ચૂંટણી જંગ લડનારા ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
- Advertisement -
આ સાથે જ ઉમેદવારો પ્રચાર-પ્રસાર શરૂ કરી દેશે મતદારોને રિઝવવા માટે ડોર ટુ ડોર કેમ્પેઈનની સાથે રેલી, જાહેરસભા અને ગ્રુપ મિટિંગ કરશે. એટલું જ નહીં સોસાયટીઓ અને મહોલ્લાઓમાં ભજિયા પાર્ટી, જમણવાર, આઈસ્ક્રીમ ખવડાવવાનો દોર શરૂ થશે. આ ઉપરાંત ઉમેદવાર પોતાનું મધ્યસ્થ કાર્યાલય ખોલશે, અહીંયા 24 ક્લાક કાર્યકરોની અવર જવર રહેશે. દરમિયાન અહીંયા રહેતા કાર્યકરો, સમર્થકો માટે પણ ચા- નાસ્તાથી લઈને જમણવારની સગવડ ઊભી કરવી પડશે. મુખ્ય ચૂંટણી અધિકારી એવા જિલ્લા ક્લેક્ટર આયુષ નોકે તમામ ચીજવસ્તુઓના ભાવ નક્કી કરી દીધા છે.
ઉમેદવાર મધ્યસ્થ કાર્યાલય ખોલશે તો 20 દિવસનું ઓફિસનું ભાડું 15000 ફાર્મ હાઉસનનું પ્રતિ દિવસનું ભાડું 12000 વાડી હોલ અથવા મેદાનનું એક દિવસનું ભાડું 13000 નક્કી કરાયું છે. તેમજ એક વ્યક્તિના ચા નાસ્તાના 45 તો જમણવારની થાળીના 120 રૂપિયા નક્કી થયાં છે. તેવી જ રીતે ઉમેદવાર ડ્રાઈવર રાખશે તો તેનો એક મહિનાનો પગાર 12000 ફટાકડાની લૂમ 1200 ફટાકડાના લૂમ, બોમ્બ સાથેનો કાર્યક્રમ 1500 રૂપિયા ઉપરાંત પ્લાસ્ટિકની ખુરશીના 10 રૂપિયા. સ્ટીલના 50, સાદા સોફાના 70, ટેબલના 100 રૂપિયા નક્કી કરાયા છે. દરેક ઉમેદવાર 40 લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે.