- આ દવાઓ નિશ્ચિત ભાવથી વધુ કિંમતે નહીં વેચી શકાય
કેન્દ્ર સરકારે ટીબી, એચઆઈવી, હેપિટાઈટીસ બી અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા લોકોને રાહત આપતા આવશ્યક ઔષધિ સૂચિ (એનએલઇએમ) રવિવારે લાગુ કરી દીધી છે. આથી એક દવાઓ સસ્તી થશે તેમાં પેટન્ટ દવાઓ પણ સામેલ છે.
આ દવાઓને રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (એનપીપીએ) તરફથી નક્કી ભાવોથી વધુ ભાવમાં ઘેરી નહીં શકાય. માત્ર ઇમર્જન્સી ઉપયોગની મંજુરીને લઇને કોરોનાની દવાઓ અને વેક્સિનને આ યાદીમાં સામેલ નથી કરાઈ. આ યાદીમાંથી બહાર દવાઓમાં રેનિટિડિન, બ્લીચીંગ પાવડર, વિટામીન સીલીમેન્ટ નિકોટિનામાઇડ
સામેલ છે.
- Advertisement -
યાદીમાં સામેલ મુખ્ય દવાઓ
એન્ટી બાયોટિક દવાઓ જેમ કે ટેનેલિગ્લિટિટન, ઇન્સ્યુલીન ગ્લેરગમી ઇન્જેકશન, એન્ટી બાયોટિક્સ જેમ કે મેરોપેનમ, સેફૂરોકિસન, સામાન્ય દર્દ નિવારક દવાઓ જેમ કે મોર્ફિન, આઈબ્રૂફિન, ડાયક્લોફિનેક, પેરાસિટામોલ, ટ્રામાડોલ, પ્રિડનાઈએલ્ટોન, સર્પ વિષયની દવાઓ, કાર્બા માજેપાઇન, અલ્બેન્ડાજોલ, આઈવર મેકટન, સિટીજિન, એમોક્સિલિન, એન્ટી ટીબી દવા-બેડાક્વિલિન અને ડેલામાનિડ, એન્ટી એચઆઈવી-ડોલુટેગ્રાવીર, એન્ટી હેપિટાઈટીસ સી, ડાકલાટ્સવિર જેવી દવાઓનો સમાવેશ થાય છે.
પેટન્ટ દવાઓ
નશાની લત છોડાવતી દવાઓ – જેમ કે બુપ્રેનોરફિન, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, હૃદયરોગ અને સ્ટ્રોક્સ, કામ આવતી દવાઓ, ડાબિગાટ્રાન અને ઇન્જેકશન ટેનેકટે પ્લસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતમાં જ વિકસિત શેટાવાયરસ વેક્સિનનો સમાવેશ થાય છે.