અગાઉ બ્લુટિક હસ્તીઓ માટે હતું, જે ચાર્જેબલ બનતા કેટલાક લોકો બોગસ ખાતા ખોલવા લાગતા અનેક સમસ્યાઓ સર્જાઈ: ખુદ મસ્કની કંપની ટેસ્લા-સ્પેસ એકસના બોગસ ખાતા ખુલ્યા!
ટ્વીટર ખરીદીને દુનિયાના નંબર વન ધનવાન મુશીબતમાં મુકાઈ ગયા છે! ટ્વીટરના બ્લુટિક માટે 8 ડોલરનો ચાર્જ વસૂલવાના મસ્કના ફેસલાથી નવી મુશીબત ઉભી થઈ છે. અમેરિકામાં અને બોગસ ખાતા ધારકોએ 8 ડોલર ચૂકવીને બ્લુટિક ખરદયા બાદ આ ખાતામાંથી ફેક ટ્વીટ થવા લાગ્યા છે.
- Advertisement -
જેથી પરેશાન એલન મસ્કે હાલ તુરત બ્લુટિક સબ સ્ક્રાઈબર સેવા પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે મસ્કના ટ્વીટર ખરીદયા પહેલા બ્લુ ટિક માત્ર સેલીબ્રીટીઝ, પત્રકારો, નેતાઓ વગેરેને મળ્યા હતા અને ટ્વીટર આ ખાતાઓને પ્રમાણિત કરતું હતું. મસ્કના નવા નિયમ અનુસાર હવે એક ફોન, ક્રેડીટ કાર્ડ અને દર મહિને 8 ડોલર ખર્ચવાની ક્ષમતા રાખનાર કોઈપણ શખ્સ બ્લુ ટિક હાંસલ કરી શકે છે.
અમેરિકામાં આવા જ એક શખ્સે દવા કંપની એલી લીલી એન્ડ કંપનીનું બોગસ ખાતુ બનાવી બ્લુ ટિક હાંસલ કર્યું હતું અને પછી તેમાં ટ્વીટ કયું હતું કે ઈસ્યુલીન મફતમાં ઉપલબ્ધ છે! ત્યાર બાદ દવા કંપનીએ જાહેરમાં માફી માગવી પડી હતી. માત્ર આ જ કંપની નહીં, નાઈનટેનડુ લોકહીડ માર્ટિન અને ખુદ માલિક મસ્કની કંપની ટેસ્લા અને સ્પેસ એકસના બોગસ ખાતે લોકોએ બનાવી લીધા હતા! આ બધી મુશીબતોના કારણે એલન મસ્કે હાલ બ્લુ ટિક સબસ્ક્રીપ્શન પ્રોગ્રામ મોકૂફ કર્યો છે.