કેવિન કોનરોય લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા અને અંતે અભિનેતાના મૃત્યુ પામ્યા હતા.
એનિમેટેડ સીરિઝમાં બેટમેનના કિરદારનો અવાજ બનેલા એક્ટર અને વોઇસ આર્ટિસ્ટ કેવિન કોનરોયનું 66 વર્ષની વયે અવસાન થયું. એક્ટરના નિધનની જાણકારી બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝમાં કેવિન સાથે કામ કરનાર કો-સ્ટાર ડિયાન પર્સિંગએ આપી હતી આ ઉપરાંત વોર્નર બ્રધર્સ એનિમેશન દ્વારા પણ આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. જો કે મીડિયા રિપોર્ટ અનુસાર કેવિન કોનરોય લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા અને અંતે અભિનેતાના મૃત્યુ પામ્યા હતા. આ વિશે વોર્નર બ્રધર્સ દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું અને એ નિવેદનમાં એમને કેવિનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
Happy Halloween! The Bats are out at Wayne Manor pic.twitter.com/bjsPFm3AWK
— Kevin Conroy (@RealKevinConroy) October 31, 2022
- Advertisement -
માર્ક હેમિલ એ કેવિન કોનરોયને કર્યા યાદ
કેવિન કોનરોયના નિધન પર વોર્નર બ્રધર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં માર્ક હેમિલ જેમને ઘણા પ્રોજેક્ટ્સમાં બેટમેનના કિરદારની સામે જોકરના કિરદારને પોતાનો અવાજ આપ્યો હતો. એમને પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, “કેવિન એક પરફેક્શનિસ્ટ હતો.” આખી દુનિયામાં એ મારો સૌથી વધુ ગમતો વ્યક્તિ હતો અને હું તેની સાથે ભાઈની જેમ કલાકો વાત કરતો હતો. કેવિન તેના આસપાસના લોકોનું ખૂબ ધ્યાન રાખતો હતો.જ્યારે પણ હું તેને જોતો કે તેની સાથે વાત કરતો ત્યારે તેની વાતો સાંભળીને મારામાં એક અલગ જ ઉત્સાહ ભરાઈ જતો. માર્ક હેમિલ ઉપરાંત બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝના લેખક પોલ ડીનીએ પણ બેટમેનની તસવીર શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
80ના દાયકામાં કેવિન કોનરોયે કારકિર્દીની શરૂઆત કરી હતી
જણાવી દઈએ કે કેવિન કોનરોયે 80ના દાયકામાં લાઈવ એક્શન એક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને થિયેટર વર્લ્ડ તરફ વળતા પહેલા તેનો શો ઓપેરા અનધર વર્લ્ડમાં હતો. વર્ષ 1992 માંતેને પહેલી વખત તેનો અવાજ આપ્યો હતો અને ત્યારબાદ એમને પ્રખ્યાત સીરિઝ બેટમેન માટે પોતાનો અવાજ આપ્યો હતો. બેટમેન: ધ એનિમેટેડ સિરીઝે તેમને બ્રુસ વેઈન ઉર્ફે બેટમેન તરીકે ઘણી લોકપ્રિયતા મેળવી. બેટમેન સાથે જોડાયેલા કલાકારો સિવાય અન્ય સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.