મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારામાં રહીને ખેતમજુરી કરતા સુમારીયા પારસિંહ માવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીની બહેન રાયા અને બનેવી સુબા વચ્ચે ઘર કંકાસ થયો હતો જેમાં મૃતક રાયાએ તેના વતનમાં પોતે જાતે ખેત મજુરી કરી મકાન બનાવ્યું હતું જે મકાનમાં તેનો પતિ તેના માતાપિતાને રહેવા દેવાનું કહેતો હોય પરંતુ મૃતક રાયા તેના સાસુ-સસરાને રહેવાની ના પાડતી હોય જેથી આરોપી પતિ સુબો વેસ્તા વસુનીયાને સારું નહીં લાગતા ઝઘડો થયો હતો અને આવેશમાં આવી જઈને પથ્થર માથામાં ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચતા પત્નીનું મોત થયું હતું.આ બનાવ મામલે ટંકારા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી તે દરમિયાન આરોપી સુબા વેસ્તા વસુનીયા રહે. કલ્યાણપર, ટંકારા, મૂળ, મધ્યપ્રદેશવાળાને ઝડપી લેવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજુ કરાતા એક દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે.
ટંકારાના કલ્યાણપર ગામે પત્નીના મોતને અંજામ આપનાર હત્યારો પતિ ઝડપાયો

Follow US
Find US on Social Medias