પરિક્રમાને લઇ મુસાફરોની અવરજવર માટે જૂનાગઢ એસટી વિભાગ દ્વારા બસ સ્ટેન્ડથી ભવનાથ 66 મીની બસો અને જૂનાગઢ વિભાગના 9 ડેપોમાં થી વિવિધ રૂટો પર વધારાની 178 બસો મળી 244 વધારાની બસો દોડાવી 7694 ટ્રીપો કરવામાં આવી હતી. 3.10 લાખ મુસાફરોનો પરિવહન કરાયું હતું. લાખો મુસાફરોના પરિવહન થકી 1.67 કરોડની આવક થઇ છે. બસ સ્ટેન્ડ થી ભવનાથ અવરજવર માટે 66 મીની બસ દોડાવવામાં આવી હતી. જેમાં એસ.ટી. ને 26 લાખની આવક થઇ હોવાનું એસ.ટી નાયબ વિભાગીય પરિવહન અધિકારીએ જણાવ્યું હતું. આમ 2019માં પરિક્રમાં યોજાઇ ત્યારે 93 લાખની આવક થઇ હતી. ત્યારબાદ કોરોનાના કારણે બે વર્ષ ગિરનાર પરિક્રમા બંધ રહી હતી. આથી આ વર્ષે જૂનાગઢ એસટી વિભાગને ફળી હતી.
Follow US
Find US on Social Medias