બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ચાર સુપરસ્ટાર સની દેઓલ, સંજય દત્ત, મિથુન ચક્રવર્તી અને જેકી શ્રોફ ફરી એકવાર સાથે જોવા મળવાના છે.
80 અને 90ના દાયકામાં હિન્દી સિનેમા પર રાજ કરનારા કલાકારો અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ચાર સુપરસ્ટાર સની દેઓલ, સંજય દત્ત, મિથુન ચક્રવર્તી અને જેકી શ્રોફ ફરી એકવાર સાથે જોવા મળવાના છે. જણાવી દઈએ કે આ ચારેય દિગ્ગજ કલાકારોએ ઘણી હિન્દી ફિલ્મોમાં એકબીજા સાથે કામ કર્યું છે પણ હવે લાંબા સમય બાદ તેઓ એક જ ફિલ્મમાં સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ચારે ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ હજુ નક્કી થયું નથી. જોકે મેકર્સે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દીધો છે.
- Advertisement -
આ એક્શન થ્રિલર ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવતાં જ ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે અને આ ચારે દિગ્ગજોને એકસાથે જોઈને ફરી એકવાર એવું લાગે છે જાણે 90નું દશક પાછું આવી ગયું છે. સની દેઓલ, સંજય દત્ત, મિથુન ચક્રવર્તી અને જેકી શ્રોફ અભિનીત આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. મેકર્સ દ્વારા ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મનું પોસ્ટર ચારેય કલાકારોએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે.
View this post on Instagram- Advertisement -
ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરતા સની દેઓલે કેપ્શનમાં લખ્યું હતું કે ‘#BaapOfAllFilms શૂટ ધમાલ, દોસ્તી.’ ફિલ્મના ફર્સ્ટ લૂકમાં ચારેય સ્ટાર્સ એકસાથે પોઝ આપતા જોવા મળ્યા હતા અને ચારેયના લુક્સ કમાલ લાગી રહ્યા હતા. જણાવી દઈએ કે ફિલ્મનું નિર્દેશન વિવેક ચૌહાણ કરી રહ્યા છે અને અહેમદ ખાન, શાયરા અહેમદ ખાન અને ઝી સ્ટુડિયો દ્વારા તેને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. જો ફિલ્મના પહેલા પોસ્ટરમાં એમના લુકની વાત કરીએ તો મિથુન ચક્રવર્તીએ હાફ સ્લીવ લેધર જેકેટમાં દેખાય અને તેના કપાળ પર તિલક હતો. સની દેઓલના ઓરેન્જ કલરના જેલ યુનિફોર્મમાં તો સંજય દત્તનો બ્રાઉન જેકેટ અને બ્લેક પ્લેન ટી-શર્ટ અને જીન્સમાં દેખાયા હતા. આ સિવાય જેકી શ્રોફ ખાકી પ્રિન્ટનું જેકેટ અને લેધર શૂઝમાં ખૂબ સારા લાગી રહ્યા છે.
હાલ એમના આ લુક અને પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો આ ચાર કલાકારોને એક સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.