ગેરકાયદેસર હથિયારના 04 કેસ, હાઈવે પર 18 ચેકપોસ્ટ છ સ્થળોએ નાકાબંધી સહિતની કામગીરીનો ધમધમાટ શરુ.
મોરબી સહીત રાજ્યમાં વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને પોલીસ ટીમો એક્શનમાં આવી છે અને ચુંટણી જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ જીલ્લા પોલીસ ટીમોએ કામગીરી શરુ કરી છે જે કામગીરી અંગે માહિતી આપવા ડીવાયએસપી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી
- Advertisement -
જેમાં માહિતી આપતા ડીવાયએસપી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં ચુંટણીને ધ્યાને લઈને ઈછઙઋ ના 135 માણસોની ટીમ દ્વારા મોરબી શહેર અને જીલ્લામાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે અને 18 હાઈવે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે પોલીસે ચાર ગેરકાયદેસર હથિયારના ગુના શોધી કાઢ્યા છે અને 06 સ્થળોએ જીલ્લામાં નાકાબંધી કરીને વાહનચેકિંગ કરી રોકડ રકમ હેરફેર રોકવા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
પોલીસ દ્વારા 08 ઈસમો વિરુદ્ધ પાસા અને 08 ઇસમોને તડીપાર કરવામાં આવ્યા છે લાયસન્સ ધારકો પાસેથી 634 હર્થીયારો જમા કરવામાં આવ્યા છે પોલીસે દેશી અને ઈંગ્લીશ દારૂના 80 કેસ શોધી કાઢ્યા છે અને 83 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જીલ્લા પોલીસ દ્વારા 1248 ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.