અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક લોકો એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને નકલી દસ્તાવેજો દ્વારા નોકરી પાસપોર્ટ લીધા
દેશમાં અલગ અલગ રાજ્યોમાં બાંગ્લાદેશી નાગરિકો દ્વારા ઘુસણખોરી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં આવા લોકોએ ગેરકાયદા વસવાટ કર્યો છે અને હજુ પણ આ પ્રક્રિયા ચાલુ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને અને પોલીસ ખાતાને તેમજ સંબંધિતોને એલર્ટ આપવામાં આવ્યું છે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને તેમજ રાજ્ય સરકારોને એલર્ટ આપીને એવી તાકીદ કરવામાં આવી છે કે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ સરહદ પરથી મોટાપાયે ઘૂસણખોરી થઈ છે અને આવા નાગરિકો દેશના અલગ અલગ ભાગોમાં ગેરકાયદે પ્રવેશ કરી ચૂક્યા છે અને વસવાટ કરી રહ્યા છે ત્યારે આવા ગેરકાયદે નાગરિકોને શોધી કાઢવા પડશે અને યોગ્ય પગલા તત્કાળ લેવાના રહેશે.
સિક્યુરિટી એજન્સીઓને પણ એવી માહિતી આપવામાં આવી છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં સ્થાનિક લોકો એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને બાંગ્લાદેશ નાગરિકોને ભારતમાં ઘૂસણખોરી કરાવીને તેમને અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરવા માટે સુવિધા કરાવી આપે છે અને આ પ્રકારનું આખું નેટવર્ક બહાર આવ્યું છે.
સ્થાનિક લોકો એજન્ટ તરીકે બધી જ વ્યવસ્થા કરી આપે છે અને એમને ગેરકાયદેસર પ્રવેશ કરાવીને તેમને ઓરીજનલ ડોક્યુમેન્ટ પણ મેળવવામાં મદદગારી કરે છે અને નકલી દસ્તાવેજો ના આધારે આવા અનેક બાંગ્લાદેશીઓએ નોકરી અને પાસપોર્ટ પણ મેળવી લીધા છે.