પીએમ મોદી આજે મોરબીમાં બનેલ દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિજનોને મળશે. એવામાં સોમવારે રાત્રે મોરબીની હોસ્પિટલનું રંગ-રોગાન કરવામાં આવતી તસવીરો અને વિડીયો થયો વાયરલ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં 134 લોકોના મોત નિપજ્યાં છે. આજે PM મોદી બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિજનોને મળશે. તેમની મુલાકાત પહેલા સોમવારે રાત્રે મોરબીની હોસ્પિટલનું રંગ-રોગાન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
त्रासदी का इवेंट
कल PM मोदी मोरबी के सिविल अस्पताल जाएंगे। उससे पहले वहां रंगाई-पुताई का काम चल रहा है। चमचमाती टाइल्स लगाई जा रही हैं।
PM मोदी की तस्वीर में कोई कमी न रहे, इसका सारा प्रबंध हो रहा है।
- Advertisement -
इन्हें शर्म नहीं आती! इतने लोग मर गए और ये इवेंटबाजी में लगे हैं। pic.twitter.com/MHYAUsfaoC
— Congress (@INCIndia) October 31, 2022
ગઇકાલે રાત્રે હોસ્પિટલની કેટલીક દિવાલો અને છતના ભાગોને ફરીથી રંગવામાં આવ્યા હતા અને નવા વોટર કૂલર પણ ત્યાં રાખવામાં આવ્યા હતા. આ સાથે જ પુલ અકસ્માતમાં ઘાયલ થયેલા 13 જેટલા લોકો જે બે વોર્ડમાં છે ત્યાં પલંગની ચાદર પણ બદલવામાં આવી હતી. જણાવી દઈએ કે મોડી રાત્રે ઘણા લોકો આખા કેમ્પસમાં સફાઈ કરતા જોવા મળ્યા હતા.
आज उसी अस्पताल को सजाया-संवारा जा रहा है जहां वो खानापूर्ति करने जा रहे है।अस्पताल के अंदर सैंकड़ों लाशों का ढ़ेर है।पूरा देश #गुजरात हादसे से गमजदा है लेकिन एक विशेष शख़्स ड्रेस बदलने व फोटो खिंचवाने में मस्त और व्यस्त है।
जहां लाशें पड़ी हो वहाँ कोई रंगाई पुताई करवाता है क्या? pic.twitter.com/zFNtgOYdBu
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 1, 2022
‘રિનોવેશન’ ને જોઈને વિરોધ પક્ષોએ કર્યા કટાક્ષ
અચાનક પીએમ મુલાકાતે આવે છે ત્યારે આવા ‘રિનોવેશન’ ને જોઈને વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ઘણા કટાક્ષ કર્યા છે. કોંગ્રેસે કટાક્ષ કરતાં આ મુલાકાત ઈવેન્ટિંગ ગણાવ્યું છે અને AAPએ ફોટોશૂટની તૈયારીઓ જણાવીને ટોણો માર્યો છે. મળતી માહિતી મુજબ મોરબીમાં AAP ના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા હોસ્પિટલે પહોચતા કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું.
Morbi Civil Hospital में रातों रात रंग-पुताई की जा रही है ताकि कल PM Modi के Photoshoot में घटिया बिल्डिंग की पोल ना खुल जाए
141 लोग मर चुके हैं, सैकड़ों लोग लापता हैं, असली दोषियों पर कोई कार्रवाई नहीं हुई लेकिन भाजपाइयों को फोटोशूट करके लीपापोती की पड़ी है..#BJPCheatsGujarat pic.twitter.com/KVDLdblD6C
— AAP (@AamAadmiParty) October 31, 2022
વિપક્ષે સવાલો ઉઠાવ્યા
મોરબી હોસ્પિટલની તસવીરો શેર કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું હતું કે, “આવતીકાલે PM મોદીના ફોટોશૂટમાં નબળી બિલ્ડીંગ છતી ન થાય તે માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં નાઈટ પેઈન્ટીંગ કરવામાં આવી રહ્યું છે જો ભાજપે 27 વર્ષમાં કામ કર્યું હોત, તો હોસ્પિટલને અડધી રાત્રે ચમકાવવાની જરૂર ન પડત. 141 લોકો મૃત્યુ પામ્યા છે, સેંકડો લોકો ગુમ છે, અસલી ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પણ ભાજપના કાર્યકરોને ફોટોશુટ કરાવવું છે.
Morbi Civil Hospital का दृश्य…
कल प्रधानमंत्री के Photoshoot में कोई कमी ना रह जाए इसलिए अस्पताल की मरम्मत की जा रही है।
अगर भाजपा ने 27 वर्षों में काम किया होता तो आधी रात को अस्पताल को चमकाने की जरूरत न पड़ती।#BJPCheatsGujarat pic.twitter.com/h83iUmPzKA
— AAP (@AamAadmiParty) October 31, 2022
કોંગ્રેસે તેના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું, “આવતીકાલે પીએમ મોદી મોરબીની સિવિલ હોસ્પિટલમાં જશે… તે પહેલા ત્યાં કલર-પેઈન્ટિંગનું કામ ચાલી રહ્યું છે… ચમકતી ટાઈલ્સ લગાવવામાં આવી રહી છે. .. પીએમ મોદીના ફોટોશુટના કોઈ કમી ન દેખાવી જોઈએ તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે… તેમને શરમ નથી…! આટલા લોકોના મોત થયા છે અને લોકો આવા કામ કરે છે…”