સોંગ લૉન્ચ ઇવેન્ટ દરમિયાન અક્ષય કુમાર તેના શૂઝ ઉતારીને સ્ટેજ પર જોવા મળ્યા હતા. હાલ આ વિડીયો સોશ્યલ મીડીયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચાની ફિલ્મ રામ સેતુ રિલીઝ થવાની તૈયારીમાં છે. થોડા સમય પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું અને તેને ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મની વાર્તા એક પુરાતત્વવિદ્ની આસપાસ ફરે છે જે રામ સેતુ પુલની જાંચ કરી રહ્યા છે. અક્ષયની આ ફિલ્મ 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. એવામાં પ્રમોશન માટે અને ચાહકોમાં ઉત્સાહ બનાવી રાખવા માટે નિર્માતાઓએ એક ઇવેન્ટ દરમિયાન ફિલ્મનું જય શ્રી રામ ગીત રિલીઝ કર્યું છે. આ સમયે ફિલ્મના દરેક સ્ટાર પણ ત્યાં હજાર હતા. એ ઈવેન્ટનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થયેલ એ વિડીયોમાં અક્ષયની આ સ્ટાઈલને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
- Advertisement -
https://twitter.com/raaahulpandey/status/1583074630624894977?
અક્ષય કુમારે શૂઝ ઉતારીને ગાયું ગીત
સોંગ લૉન્ચ ઇવેન્ટ દરમિયાન અક્ષય કુમાર તેના શૂઝ ઉતારીને પછી સ્ટેજ પર જોવા મળ્યા હતા. હાલ આ વિડીયો સોશ્યલ મીડીયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમારે તેના શૂઝ ઉતારીને એક ગીત ગાયું હતું . લૉન્ચ દરમિયાન અક્ષય કુમારે એમ પણ કહ્યું હતું કે, ‘રામ સેતુનું આ 2 મિનિટ 15 સેકન્ડનું ગીત આખી ફિલ્મનો સાર કેપ્ચર કરે છે. આ ગીત દરેકને ખૂબ જ સકારાત્મક વાઇબ્સ આપે છે. દિવાળી પર આ ગીત પ્રેક્ષકો માટે અમારી ભેટ છે.
ફિલ્મ રામ સેતુ વિશે
રામ સેતુ અભિષેક શર્મા દ્વારા લખાયેલ અને નિર્દેશિત કરવામાં આવી છે. તે એક નાસ્તિક પુરાતત્વવિદ્ થી આસ્તિક બનેલા આર્યન કુલશ્રેષ્ઠની આસપાસ ફરે છે. આ રોલ અક્ષય કુમાર દ્વારા ભજવવામાં આવ્યો છે. ભારતના વારસાના સ્તંભને દુષ્ટ શક્તિઓ દ્વારા નષ્ટ કરવામાં આવે તે પહેલા પૌરાણિક રામ સેતુના વાસ્તવિક અસ્તિત્વને સાબિત કરવા માટે સમય સામે દોડવું પડશે. બસ આ વાર્તાને આસપાસ ફરે છે આ ફિલ્મ. લોકો ખૂબ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -
Akshay Kumar is winning hearts with his gesture today, he knows the importance of Indian Culture and has highest regards for it, and without even anyone pointing out, he himself took off his shoes before launching the holy Jai Shree Ram Song #RamSetuThisDiwali pic.twitter.com/xGj6BdAQeQ
— Murtaza Rangwala (@thatmedianerd) October 20, 2022
અક્ષયની આવનારી ફિલ્મો
અક્ષય કુમારની આવનારી ફિલ્મો વિશે વાત કરી તો અક્ષય ‘OMG 2’માં યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી અને અરુણ ગોવિલ સાથે જોવા મળશે. આ સિવાય અક્ષય ‘ગોરખા’, ટાઈગર શ્રોફ સાથે ‘બડે મિયાં છોટે મિયાં’, ઈમરાન હાશ્મી સાથેની ‘સેલ્ફી’ માં નજર આવશે.