નેપાળમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, કાઠમંડુથી 53 કિમી પૂર્વમાં ઘરતી ધ્રૂજી ઉઠી હતી.
નેપાળમાં આજે (19 ઓક્ટોબર) ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, કાઠમંડુથી 53 કિમી પૂર્વમાં ઘરતી ધ્રૂજી ઉઠી હતી. આ ભૂકંપ બપોરે 2 વાગીને 52 મિનિટે અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 5.1 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે. અને ઊંડાઈ જમીની સપાટીથી 10 કિલોમીટર ઊંડી હતી. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.
- Advertisement -
પહેલા પણ અનુભવાયા છે આંચકા
આ પહેલા જુલાઈ મહિનામાં નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. આ દરમિયાન કાઠમંડુથી 147 કિમી દૂર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી. નેપાળના સમય મુજબ સવારે 8:13 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NEMRCએ કહ્યું હતું કે આ આંચકા ખોટાંગ જિલ્લામાં માર્ટીમ બિર્તા નામના સ્થળે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પૂર્વ નેપાળના 10 કિમીની ત્રિજ્યામાં માપવામાં આવ્યું હતું.
Earthquake of Magnitude:5.1, Occurred on 19-10-2022, 14:52:21 IST, Lat: 27.62 & Long: 85.86, Depth: 10 Km ,Location: 53km E of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/fxZ9stj3UG@Indiametdept @ndmaindia pic.twitter.com/VhWKJSZMes
— National Center for Seismology (@NCS_Earthquake) October 19, 2022
- Advertisement -
લદ્દાખમાં પણ આવ્યો હતો ભૂકંપ
આ પહેલા 19 ઓક્ટોબરે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર ઓછામાં ઓછા 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8.07 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના લેહ બેલ્ટથી 135 કિમી ઉત્તર-પૂર્વમાં નોંધાયું હતું. આ દરમિયાન કોઈ નુકસાનના સમાચાર નહતા. ભૂકંપનું કેન્દ્ર 34.92 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 78.72 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું. કેન્દ્રશાસિત પ્રદેશનો આ હિમાલય પ્રદેશ ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે.