– પરપ્રાંતિય મજૂરો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો
જમ્મૂ-કાશમીરના શોપિયામાં પરપ્રાંતિય મજૂરો પર ગ્રેનેટ ફેંકનાર આતંકી ઇમરાન બશીર ગનીને સેનાએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ એક હાઇબ્રિડ આતંકીવાદી હતો અને તેની મૃત્યુ ફાઇરીંગ દરમ્યાન થઇ છે. આતંકી ઇમરાન બશીર ગની જીવીત પકાડય ગયો હતો, ત્યાર પછી તેમણે જે ખુલાસા કર્યો છે, ત્યાર પછી રેડ પાડતા એન્કાઉન્ટરમાં બીજા આતંકવાદીઓની ગોળી વાગવાથી થઇ હતી.
- Advertisement -
જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં આતંકી ઇમરાન બશીર ગનીની મૃત્યુ થઇ છે.
જમ્મૂ- કાશ્મીર પોલીસએ આ વિશે જણાવ્યું કે, શોપિયામાં પકડાય ગયેલો હાઇબ્રિડ આતેકીની મોત થઇ છે. તેને સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એક એન્કાઉન્ટરમાં ગોળી વાગી. પોલીસ અને સુરક્ષા દળો સતત તેની શોધખોળ કરી રહ્યા હતા. જયારે સુરક્ષાદળ નૌગામ પહોંચ્યા ત્યારે તેમને આતંકીને ત્યાં જોયો, ત્યાં જ એન્કાઉન્ટર ચાલુ થઇ ગયું. આ દરમ્યાન આતંકવાદીની ગોળી વાગતા પરપ્રાંતિય મજૂર પર ગ્રેનેટ ફેંકનાર ઇમરાન બશીર ગનીની મૃત્યુ થઇ છે. શોપિયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિ પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના હાઇબ્રિડ આતંકવાદી ઇમરાન બશીર ગની છે. આગળની તપાસ ચાલી રહી છે.
છેલ્લે 15 ઓક્ટોમ્બરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને પણ નિશાના બનાવ્યા હતા. પૂરન કૃષ્ણ ભટ શોપિયાંને ચૌધરી ગુંડમાં બાગ લગાવવા ગયા હતા, એ સમયે આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગોળી વાગ્યા પછી તેમને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની મોત થઇ ગઇ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર. તેઓએ પલાયન કર્યું નહોતું અને શોપિયામાં જ રહેતા હતા.