29.98 લાખનો મુદામાલ જપ્ત
મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટિયા નજીક સર્વિસ રોડ પાસે ખેતરમાં ગેરકાયદેસર ગેસ કટિંગ કરવામાં આવતું હોય જ્યાં દરોડા પાડીને તાલુકા પોલીસે ગેસ ટેન્કર, બે કાર અને બાઈક સહીત રૂ. 29.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે તાલુકા પોલીસ ત્રાટકતા આરોપીઓ તમામ વાહનો અને સાધનો મૂકીને ફરાર થઈ જતા પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
- Advertisement -
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નાગડાવાસ ગામના પાટિયા પાસે સર્વિસ રોડની બાજુમાં દેવરાજ સુખાભાઈ બરારીયાના ખેતરમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કાઢવાની પ્રક્રિયા કરી ગેસનું કટિંગ કરવામાં આવતું હોવાની બાતમી મળતા તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો જે રેડ દરમિયાન રાત્રીના અંધારાનો લાભ લઈને વાહનો મૂકી આરોપીઓ નાસી ગયા હતા જેથી પોલીસે સ્થળ પરથી ટેન્કર જીજે 12 ઝેડ 9815 કિં. રૂ. 15 લાખ જેમાં 14.520 મેટ્રિક ટન કોમર્શીયલ પ્રોપેન ગેસ કિં. રૂ. 10,32,474 મળીને કુલ રૂપિયા 25,32,474 તેમજ ગેસ સીલીન્ડર નંગ 70 કિં.રૂ. 1,40,000, બંને સાઈડ વાલ્વવાળી રબ્બર પાઈપ નંગ 01 કિં. રૂ. 1000, ટાટા ઈન્ટ્રા કાર કિં. રૂ. 2 લાખ, મારુતિ ઓમની કાર કિં. રૂ. 1 લાખ અને બાઈક કિં.રૂ. 25,000 મળીને કુલ રૂ. 29,98,474 ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે તો રાત્રીના અંધારા તેમજ ખેતરનો લાભ લઈને આરોપીઓ નાસી ગયા હતા જેથી પોલીસે ટેન્કર ચાલક, મારૂતિ ઓમની કાર તેમજ અન્ય કાર ચાલક અને બાઈક ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.