પાકિસ્તાન ભારત વિરુદ્ધ તેના નાપાક ષડયંત્રોને આગળ ધપાવવાથી રોકાઈ રહ્યું નથી. સરહદ પર દરરોજ આતંકવાદીઓ અને ડ્રોન સાથે જોડાયેલી હિલચાલ જોવા મળે છે. ત્યારે આજે ફરી LoC પર ડ્રોન દેખાતા BSFના જવાનોએ ગોળીબાર કરીને ડ્રોનને તોડી પાડ્યું હતું.
LoC પર પાકિસ્તાનની ઘુસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવાયો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ શુક્રવારે અજનાલા સબ-ડિવિઝન હેઠળના રામસાસ ગામ નજીક એક ડ્રોનને તોડી પાડ્યું. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. જેવો ડ્રોનનો અવાજ સંભળાયો કે તરત જ જવાનો એક્શનમાં આવી ગયા હતા. આ પછી કાર્યવાહી કરતા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.
- Advertisement -
BSF shoots down Pakistani drone along International Border in Punjab
Read @ANI Story | https://t.co/zj20QOw9Oe#Punjab #PakistaniDrone #Drone #BSF pic.twitter.com/ZHt5BoB8XH
— ANI Digital (@ani_digital) October 14, 2022
- Advertisement -
જવાનોએ ફાયરિંગ કરીને ડ્રોનને તોડી પાડ્યુંઃ DIG જોશી
ગુરદાસપુર રેન્જના ડીઆઈજી પ્રભાકર જોશીએ જણાવ્યું કે, શાહપુર બોર્ડર આઉટ પોસ્ટ (બીઓપી)ની નજીક તૈનાત 73 બટાલિયનના જવાનોએ ડ્રોનનો અવાજ સંભળાતા જ નિપુણતા બતાવી અને ફાયરિંગ કૌશલ્ય અને સાહસનો પરિચય આપ્યો. ભારતીય ક્ષેત્રમાં ઘુસ્યા બાદ તરત જ ડ્રોનને નષ્ટ કરી દેવાયું હતું. સૈનિકોએ તેના પર 17 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પાકિસ્તાનની દેવરી ફોરવર્ડ પોસ્ટ દ્વારા ભારતીય સીમામાં ઘૂસ્યું હતું ડ્રોન
તેમણે કહ્યું કે, ‘ડ્રોન પાકિસ્તાનની દેવરી ફોરવર્ડ પોસ્ટ દ્વારા ભારતીય સીમામાં ઘૂસ્યું હતું. જે વિસ્તારમાં ડ્રોન મોકલવામાં આવ્યું હતું, તે વિસ્તાર ગીચ જંગલવાળો છે. ડ્રોનને શેરડીના ખેતરમાં તોડી પાડવામાં આવ્યું. જે બાદ તપાસ કરતા ડ્રોન પર એક દોરી લગાવેલી જોવા મળી. હાલ આ વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.’
BSF shoots down Pakistani drone along International Border in Punjab
Read @ANI Story | https://t.co/zj20QOw9Oe#Punjab #PakistaniDrone #Drone #BSF pic.twitter.com/ZHt5BoB8XH
— ANI Digital (@ani_digital) October 14, 2022
પાકિસ્તાને છેલ્લા નવ મહિનામાં 191 ડ્રોન ભારતીય સરહદમાં મોકલ્યાઃ રિપોર્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હવે ભારતમાં ઘુસણખોરી કરવા માટે ડ્રોનનો સહારો લઈ રહ્યું છે. ડ્રોન દ્વારા જ પાકિસ્તાન પંજાબ અને કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદીઓને હથિયારો સપ્લાય કરી રહ્યું છે. ભારતીય સૈન્યના રિપોર્ટ મુજબ પાકિસ્તાને છેલ્લા નવ મહિનામાં 191 ડ્રોન ભારતીય સરહદમાં મોકલ્યા છે. ભારતની સરહદ પર દેખાયેલા 191 ડ્રોનોમાંથી 171 પંજાબ સેક્ટરની સાથે-સાથે ભારત-પાકિસ્તાન સરહદ દ્વારા ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, જ્યારે 20 ડ્રોન જમ્મુ-કાશ્મીરમાં જોવા મળ્યા.