યુકેની સંસદમાં રોબોટે બ્રિટિશ સાંસદોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંબોધન આપ્યું હતું અને તેમના વચ્ચે સવાલ જવાબ થયા હતા.
રોબોટ્સ હવે દુનિયા માટે કોઈ નવી વસ્તુ નથી રહી. તેના અનેક રૂપો દુનિયાની સામે આવી ગયા છે. આ રોબોટ લોકોને પણ આશ્ચર્યચકિત કરે છે. મંગળવારે યુકેની સંસદમાં રોબોટના કારણે થોડા સમય માટે વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું હતું. ખરેખર, ત્યાં એક ખાસ મહેમાન હતા જે એક રોબોટ હતા અને તેઓ બ્રિટિશ સાંસદોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંબોધન કરી રહ્યા હતા, જે વિજ્ઞાનની દુનિયાની અનોખી ક્રાંતિ છે.
- Advertisement -
Aidan Meller, director of Ai-Da ROBOT, is giving evidence at the Communications Committee alongside the world’s first ultra-realistic robot artist, Ai-Da pic.twitter.com/ZI6KRnynCX
— Holyrood Connect (@HolyroodConnect) October 11, 2022
- Advertisement -
સાંસદોએ રોબોટ્સને પૂછ્યા પ્રશ્નો
રિપોર્ટ અનુસાર ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવો રોબોટ બનાવ્યો છે જે મનુષ્ય જેવો દેખાય છે. તેનું નામ AI-DA રાખવામાં આવ્યું છે. તેનું નામ બ્રિટીશ ગણિતશાસ્ત્રી એડા લવલેસના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ રોબોટને વિશ્વનો પ્રથમ અલ્ટ્રા રિયાલિસ્ટિક આર્ટિફિશિયલ હ્યુમનોઇડ રોબોટ આર્ટિસ્ટ કહેવામાં આવે છે. જ્યારે તેને સંસદમાં લાવવામાં આવ્યું ત્યારે સાંસદો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્જનાત્મક ઉદ્યોગ માટે કોઈ ખતરો ઉભો કરી રહી છે?
જવાબ આપતી વખતે, અચાનક રોબોટમાં એક સમસ્યા આવી ગઈ
રોબોટે બ્રિટિશ સંસદને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, “હું કમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને એલ્ગોરિધમ્સ સાથે ચાલું છું અને કલાત્મક વસ્તુઓ બનાવી શકું છું.” પરંતુ વચ્ચે કંઈક એવું બન્યું કે વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ. ખરેખર, આ રોબોટ યજમાનો સાથે વાત કરતી વખતે સૂઈ ગયો. ઊંઘ આવવાને કારણે તેની આંખો ડરામણી ઝોમ્બિઓ જેવી થઈ ગઈ. જોકે, આ ટેક્નિકલ ખામીને તરત જ ઠીક કરી દેવામાં આવી હતી. જોતજોતામાં રોબોટનો ચહેરો ઝોમ્બી જેવો થઈ ગયો. આ જોઈને તેને બનાવનાર એડન મેલરે તેને રીબૂટ કરી દીધો. તેણે તેને ચશ્મા પહેરાવ્યા અને આગળનો કાર્યક્રમ શરૂ કર્યો.
📢On Tuesday we will hear from Ai-Da the robot artist in a House of Lords first.
🎨💻Our inquiry is looking at how new technologies will affect the creative industries: disruption or opportunity?
Find out more here: https://t.co/TI0zvlEJGv
📷: Ars Electronica pic.twitter.com/mldFdyhkle
— Lords Communications and Digital Committee (@LordsCommsCom) October 7, 2022
રોબોટે તેની વિશેષતા જણાવી
હાઉસ ઓફ લોર્ડ્સ કોમ્યુનિકેશન એન્ડ ડિજિટલ કમિટીએ AI-DAને પૂછ્યું હતું કે તમે કલાત્મક કૃતિઓ કેવી રીતે બનાવો છો અને તે મનુષ્યો દ્વારા બનાવવામાં આવતી કૃતિઓથી કેવી રીતે અલગ છે? આના પર AI-DAએ કહ્યું, “હું મારી આંખોમાં કેમેરા, મારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક આર્મ્સથી કેનવાસ પર પેઇન્ટ કરી શકું છું, આ તસવીરો ખૂબ જ આકર્ષક છે. જોકે મને આ બાબતોનો વ્યક્તિલક્ષી અનુભવ નથી, તેમ છતાં હું તેને બનાવવા માટે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને એલ્ગોરિધમ્સ પર આધાર રાખું છું, પરંતુ હું કલાત્મક વસ્તુઓ બનાવી શકું છું.