છેલ્લી ભરતી 1991માં થઈ હતી – એ પણ ગેરકાયદે!
કિરીટ પરમાર અને દિનેશ સદાદિયા ધરાહાર નવી ભરતી થવા દેતાં નથી
- Advertisement -
શિક્ષણ સમિતિમાં કૌભાંડોનો રાફડો: કોઈને સાફ-સૂફી કરવામાં રસ નથી
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કાર્ય કરતા ક્લાર્ક – વહીવટી કર્મચારીઓની નિમણૂંકમાં ભયંકર ગરબડ-ગોટાળા આચરવામાં આવ્યા છે. રાજકોટ શિક્ષણ સમિતિનું સેટઅપ જ સરકારમાંથી મંજુર થયેલું નથી. જે શિક્ષણ સમિતિમાં નિવૃત્ત થતા ક્લાર્કના સરકારમાંથી પેંશન અટકવા કે ભરતી કાયદેસર ન ગણાવા પાછળ કે નવી ભરતી ન થવા ન દેવા પાછળ પણ પંડિત, પરમાર અને સદાદિયાનું જ પાપ છે તે જ રીતે રાજકોટ શિક્ષણ સમિતિમાં ક્લાર્ક – વહીવટી કર્મચારીઓની ડઝનેક જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં તે જગ્યાઓ પર ક્લાર્ક – વહીવટી કર્મચારીઓની ભરતી ન કરી શિક્ષકો પાસે કાર્ય કરાવવા પાછળ પણ પંડિત, પરમાર અને સદાદિયાનું જ પાપ છે. રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને તેના સાથીદાર દિપક સાગઠિયાના માનીતા શિક્ષકોને શિક્ષણ સમિતિમાં ક્લાર્ક તરીકે વહીવટી કામકાજ કરાવવા માટે રાખવામાં આવ્યા છે. જોકે આ શિક્ષકો શિક્ષણ સમિતિનું કામ ઓછું અને પંડિત, પરમાર, સદાદિયા, સાગઠિયાની ખુશામતખોરી પર વધુ ધ્યાન આપે છે. બીજી તરફ શિક્ષણ સમિતિમાં રોકાયેલા શિક્ષકો શાળાએ જતા નથી તેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે છે. આ શિક્ષકો જે-તે વિષય લે છે તે વિષય અન્ય શિક્ષકો લેતા નથી. આમ, પોતાનું અંગત હિત સાચવવા માટે શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને તેના સાથીદાર દિપક સાગઠિયા તેમના માનીતા શિક્ષકોને શિક્ષણ સમિતિમાં ક્લાર્ક તરીકે રાખી પોતાના અંગત કામકાજ કરાવી રહ્યા છે અને ક્લાર્ક – વહીવટી કર્મચારીઓની ડઝનેક જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી પણ થવા દેતા નથી.
સરકારી શિક્ષકોના હાથમાં ચોક-ડસ્ટરની જગ્યાએ પરમાર-સદાદિયાના પાન-માવા!
રાજ્યભરમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એકમાત્ર એવી શિક્ષણ સમિતિ છે જ્યાં ચેરમેન અને શાસનાધિકારીએ સરકારી શાળાઓના શિક્ષકોને ભણવવાની જગ્યાએ પોતાના અંગત કામકાજ માટે રોકી રાખ્યા છે. કેટલીક સરકારી શાળાઓના શિક્ષકો એવા છે જે ભણવવાના ભયંકર ચોર છે, આવા શાળાએ વિદ્યાર્થીઓને ભણવવા જવાના આળસુ શિક્ષકો દિન-રાત શિક્ષણ સમિતિની કચેરીએ પડ્યાપાથર્યા રહે છે. વળી આ શિક્ષકો પંડિત, પરમાર, સદાદિયા, સાગઠિયાના અંગત હોય, તેમની દયામાયાથી જ ત્યાં રખાયેલા હોય તેમના હાથમાં ચોક-ડસ્ટરની જગ્યાએ પરમાર-સદાદિયાના પાન-માવા જોવા મળે છે! પંડિત, પરમાર ક્યાં આધારે સરકારી શાળાના શિક્ષકોએ પોતાના અંગત કામકાજ માટે રોકી રાખ્યા છે એ મહત્વપૂર્ણ સવાલ છે.
પૂરતા વહીવટી કર્મચારી ન હોય શિક્ષકો પાસે કરાવાય છે કારકૂનનું કામ!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ક્લાર્ક – વહીવટી કામકાજ કરવાવાળા ડઝનેક કર્મચારીઓનો અભાવ છે. પોતાનું હિત સાધવા અને લાગતા-વળગતાને લાભ ખટાવવા પંડિત, પરમાર નવા ક્લાર્ક – વહીવટી કર્મચારીઓની ભરતી થવા દેતા નથી. શિક્ષણ સમિતિના કાર્યાલયમાં પંડિત, પરમાર દ્વારા ક્લિયરીકલ વર્ક શિક્ષકો પાસે કરાવવામાં આવે છે. કેટલાંક શિક્ષકો શાળાએ લેક્ચર લેવા જવાની જગ્યાએ સદાદિયા, સાગઠિયાની સૂચનાથી શિક્ષણ સમિતિએ ક્લિયરીકલ વર્ક કરવા આવી જતા હોવાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય તો બગડી જ રહ્યું છે પરિણામસ્વરૂપે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. શૈક્ષણિક કાર્યના ભોગે અને શિક્ષણ સમિતિમાં વહીવટી કાર્ય કરવાના બાહાને રોકાયેલા વિષય શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા જતા નથી તે પાછળ કોણ જવાબદાર?