બે શખ્સો સામે બુકિંગનાં નામે રૂપિયા ઉઘરાવ્યાની ફરિયાદ નોંધાઇ
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ ટ્રસ્ટની ડમી વેબસાઈટ બનાવી ગેસ્ટ હાઉસના ઓનલાઈન બુકિંગ કરી લીધા હતું.
બે શખ્સ સામે લોકો પાસેથી બુકિંગના નામે 24,195 રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી લીધાની ફરિયાદ નોંધાઇ છે.
બનાવની મળતી વિગત મુજબ પ્રભાસ પોલીસ સ્ટેશનમાં પિયુષ પટેલ કે જેનો મોબાઈલ નંબર 6372611751 છે.ફેડરલ બેંકમાં જેમનું એકાઉન્ટ છે તેમ જ બીજો એક મોબાઈલ નંબર 9679216391 છે.
જે આ બંને નંબરો દ્વારા સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ ઉપર પોતાનો મોબાઈલ નંબર મૂકી અને પોતાને સોમનાથ ટ્રસ્ટની બુકિંગ વેબસાઈટ ગણાવતા હતા.ત્યારે બુકિંગના નામે દર્શનાર્થીઓ પાસેથી 24,195 નું ફૂલેકુ ફેરવનાર આ બંને નંબરો વિરોધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમ બુકિંગ બાબતે છેતરપિંડીનો કિસ્સો સામે આવતા સોમનાથ ટ્રસ્ટે જાહેર ચેતવણી બહાર પાડી છે.
બુકિંગ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટની ઓફિશ્યલ વેબસાઈટનો જ ઉપયોગ કરવો અને ઓફલાઈન બુકિંગ માટે ટ્રસ્ટની અમદાવાદ ઓફિસનો સંપર્ક કરવો અથવા સોમનાથ ખાતે સેન્ટ્રલ બુકિંગ ઓફિસનો સંપર્ક કરી રૂબરૂમાં બુકિંગ કરાવી શકાય છે.
આ સિવાય ટેલીફોનથી કે વોટસઅપ કે અન્ય કોઈપણ માધ્યમથી રૂમ બુકિંગ કે પૂજાવિધિ,ડોનેશન કરવામાં આવતું નથી,જેની નોંધ લેવા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.