ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા દાતાર બાપુની જગ્યામાં મહાપર્વ ઉર્ષના મેળાનો મંગળ પ્રારંભ થયો હતો.જેમાં દાતારબાપુની ગુફામાં રહેલા દાતારબાપુ જે આભૂષણો ધારણ કરતા હતા,તે આભૂષણો વર્ષમાં એક જ વખત લોકોને દર્શન માટે ગુફામાંથી બહાર લાવવામાં આવે છે,જેમાં પવનપાવડી,પોખરાજ ઘોડી અને કાનના કુંડળ એવા આભૂષણોનો સમાવેશ થાય છે,ગુરૂવારના રોજ પ્રથમ દિવસે દાતારબાપુની ગુફામાં રહેલા અતિ અમૂલ્ય તેમજ પવિત્ર આભૂષણો જેવા કે પવન પાવડી, માણેક, પોંખરાજ, દાતાર બાપુના કાનના કુંડળ જેવા આભૂષણો કે જે વર્ષમાં એકજવાર બહાર કાઢવામાં આવે છે અને તેની સ્નાન વિધિ અને પૂજન અર્ચન કરવામાં આવે છે.
આભૂષણોની વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર તેમજ પવિત્ર દ્રવ્યો જેવા કે ગંગાજલ, ગુલાબજળ, ગાયનું દૂધ અત્તર વગેરેથી દાતારબાપુની જગ્યાના સેવકો તેમજ જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા સ્નાન વિધિ તેમજ ત્યાર બાદ તેમને પધારેલા ભાવિકજનો માટે દર્શનાર્થે મૂકવા માં આવ્યા હતા.ત્યાર બાદ આ આભૂષણોને પવિત્ર ચંદનનો લેપ કરી પરંપરા પ્રમાણે ગુફામાં પરત પઘરાવી દેવા આવે છે.આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત સેવકગણ તેમજ ભક્તજનોએ આભૂષણોનાં દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્ય બન્યા હતાં.