પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે જેઠી મોઢ ચતુર્વેદી ના કુળદેવી શ્રી લીંબજા માતાજીનું મંદિર જર્જરિત હાલતમાં છે. પરંતુ જેઠી સમાજના છેલ્લા બે વર્ષથી પુરાતત્વ વિભાગ તેમજ અન્ય ઓફિસોમાં જાણ કરી અર્થાગ મહેનત પછી કામને ગતિ મળી છે.
અગિયાર મી સદીમાં બંધાયેલું્ પ્રાચીન મંદિર શ્રી લિંબજા માતાજીનું ધણા સમયથી જર્જરિત થયું હતું. આ મંદિરના સમારકામ હેતુ અમદાવાદથી કન્ઝરવેશન આર્કિટેક્ટ ભાવેશ પટેલ અને તેમની છ આર્કિટેકોની ટીમ જેવી કે રાજ પટેલ, શુભમ જોષી, મોક્ષિત શાહ, નેનસી પટેલ, વિરાંગ પ્રજાપતિ આર્કિટેક્ચરલ અને ડોકયુંમેન્ટેશન અને કંડીશન મેપિંગ કરવા માટે ત્રણ દિવસથી સાઈડ ઉપર કામ કરે છે. આ કામ આર્કિયોલોજીક સર્વે અોફ ઇન્ડીયા(પાટણ સર્કલ) દ્વારા સેન્ટલ ગર્વમેન્ટ ના દ્વારા આગળ સમારકામ ની દિશામાં કામ હાથ ધર્યું છે. નજીકના સમયમાં મંદિરનું સમારકામ થાય તેવી આશા સાથે જુદી જુદી સ્પેશાલીસ્ટની ટીમો દ્વારા કામ કરી રહી છે.આ લીંબજા માતાજીનું મંદિર અે જેઠી સમાજ દેલમાલના પુર્વજોઅે બાંધેલી વિરાસત છે.જેની જાળવણી થાય તેવો જેઠી સમાજનો આગ્રહ છે. દેલમાલ ગામના જેઠી સમાજના અગ્રણી ત્રિભોવનભાઇ હરગોવનદાસ તેમજ પુષ્કરભાઇ જેઠી ભુજના પ્રયત્નો થકી જીર્ણોધ્ધાર જલ્દી થાય તેવી આશા સહ.
- Advertisement -
જેઠી નિલેષ પાટણ


