અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા યુક્રેન વચ્ચેનાં સંઘર્ષમાં પરમાણુ હુમલાનો ડર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે પુતિન મજાક નથી કરી રહ્યા.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધમાં પરમાણુ હુમલાનો ખતરો વધતો જઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે કોલ્ડ વોર બાદ આ પહેલો અવસર છે જ્યારે ન્યુક્લિયર અટેક્નો ખતરો જોવા મળી રહયો છે. બાઈડને ગુરુવારે ન્યુયોર્કમાં ડેમોક્રેટિક પાર્ટીના ફંડ રેઝિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, આ દરમિયાન તેમણે કહ્યું કે – 1962માં કેનેડી અને ક્યુબા મિસાઇલ સંકટ બાદ આપણે પહેલી વાર આ ડરનો સામનો કરી રહ્યા છીએ.
- Advertisement -
બાઈડને આગળ કહ્યું કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેનના સંઘર્ષમાં આ પગલાંથી હટાવવાનો રસ્તો શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે પુતિન જ્યારે યુક્રેનમાં પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા છે તો તે મજાક નથી. તમે જોઈ રહ્યા છો કે યુક્રેન યુદ્ધમાં પુતિનની સેના અંડરપરફોર્મિંગ છે. આવામાં તેમણે બાયોલોજીકલ કે કેમિકલ હથિયારોનો ઉપયોગ કરવાની આશંકા વ્યક્ત કરી છે.
#WATCH | "America is fully prepared with our NATO allies to defend every single inch of NATO territory, so Mr. Putin, don't misunderstand what I'm saying… I have been in close touch with our allies. We're announcing new sanctions today as well," says US President Joe Biden pic.twitter.com/ufrRZkkTJk
— ANI (@ANI) September 30, 2022
- Advertisement -
પરમાણુ હુમલાની સંભાવના વચ્ચે બચાવની તૈયારી
જ્યારે યુક્રેનમાં કિવના નગર પરિષદનું કહેવું છે કે તે રાજધાની પર પામનું હુમલાની આશંકા વચ્ચે બચાવની તૈયારી કરી રહ્યા છે જ્યાં પોટેશિયમ આયોડિનની ગોળીઓ ઉપલબ્ધ થશે. પરમાણુ વિકિરણના સંપર્કમાં આવતા પહેલા અથવા ત્યાર બાદ તરત જ પોટેશિયમ આયોડિનની ગોળીનું સેવન કરવામાં આવે, તો તે થાઈરૉઈડ ગ્રંથિમાંથી હાનિકારક વિકિરણના અવશોષણને રોકવામાં મદદ કરે છે.
US President Joe Biden spoke with Ukrainian President Volodymyr Zelenskyy today; tweeted, "I reaffirmed my commitment to continue supporting Ukraine, including through today's new $625 million security assistance package." pic.twitter.com/GlObYLL5Wm
— ANI (@ANI) October 4, 2022
શું વિચારી રહ્યા છે રાષ્ટ્રપતિ પુતિન?
વ્હાઇટ હાઉસે ચેતવણી આપી છે કે પુતિન પરમાણુ હુમલા તરફ વળે છે, તો રશિયા માટે પરિણામ સારા નહીં હોય. સવાલ એ છે કે શું પુતિન અટકશે ? આ વાત ચોક્કસપણે કોઈ જ કહી શકે એમ નથી. ક્રેમલિન પર નજર ક્રેમલિન નિરીક્ષકો નિરાશાપૂર્વક સ્વીકારે છે કે તેઓ નિશ્ચિતપણે કહી શકતા નથી કે તેઓ શું વિચારી રહ્યા છે અથવા તેઓ પરિણામો જાણે છે.
CIA ડિરેક્ટર વિલિયમ બર્ન્સે જણાવ્યું હતું કે, “અમે યુએસ ગુપ્તચર સમુદાયમાં આજે કોઈ વ્યવહારિક પુરાવા જોતા નથી કે તે વાસ્તવિક ઉપયોગની નજીક જઈ રહ્યું છે, અથવા વ્યૂહાત્મક પરમાણુ હથિયારોના ઉપયોગનો નિકટવર્તી ખતરો છે.” આપણે આને ગંભીરતાથી લેવાની અને વાસ્તવિક સજ્જતાના સંકેતો જોવાની જરૂર છે.