મોટી સંખ્યામાં ભક્તો દાતારની જગ્યાએ પહોચ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યા થી ખુબ ઊંચાઈ પર આવેલા નવનાથ સિદ્ધ ચોર્યાસીના અખંડ ધુણો આવેલો છે.પ્રતિ વર્ષ વિજયાદશમીના દિવસે ઉપલા દાતારના મહંત ભીમબાપુની નિશ્રામાં વિશ્ર્વ કલ્યાણ અર્થે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ મહાયજ્ઞનો ધજા રોહણ સાથે પ્રારંભ થાય છે. આ મહાયજ્ઞમાં આહુતિ આપવા દૂરદૂર થી દાતાર ભક્તો પધારે છે. વિજ્યા દશમીના દિવસે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ હોય છે. ત્યારે ઉપલા દાતાર જગ્યાની પરંપરા મુજબ જગ્યાના મહંત દ્વારા વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.આ તકે દાતાર સેવકો અને ભક્તો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.