રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજના પ્રમુખ મહેશભાઈ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શસ્ત્ર પૂજન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
આજે શ્રી વિજયા દશમીના પવિત્ર દિવસે ક્ષત્રિય રાજપુત સમાજ અને રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા વિજયા દશમી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજન કાર્યક્રમ રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજના પ્રમુખ મહેશભાઈ રાજપૂતના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. આ કાર્યક્રમમાં માવજીભાઈ ડોડીયા – પ્રમુખ, ગુજરાત નારોડા રાજપૂત સમાજ, અરૂણસિંહ સોલંકી- પ્રમુખ, રાજપૂતપરા કારડીયા રાજપૂત સમાજ, કિશોરભાઈ રાઠોડ – બેડીપરા. કારડીયા રાજપુત સમાજ આગેવાન, ચંદુભા પરમાર – ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કરણી સેનાઅને બેડીપરા કારડીયા રાજપૂત સમાજ ઉપપ્રમુખ,વિજયસિંહ ચુડાસમા – ગુર્જર રાજપૂત સમાજ અગ્રણી, ધીરુભાઈ ડોડીયા, જયેશભાઇ ડોડીયા, અજયભાઈ પરમાર, મનોજસિંહ ડોડીયા, કાનાજી ચૌહાણ, મૌલિકસિંહ વાઢેર, યુવરાજસિંહ ડોડીયા, અશોકસિંહ પરમાર, યોગરાજસિંહ તલાતીયા, રમેશભાઈ ચાવડા, સહિતના રાજપુત સમજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.