વર્ષોથી એકબીજાને ડેટ કર્યા બાદ છેવટે રૂચા ચઢ્ઢા અને અલી ફઝલ હંમેશા માટે એકબીજાના થઇ ચૂક્યાં છે. આ કપલે પોતાના નિકાહના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જેમાં લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે
નવી દિલ્હી: બોલિવુડ ફેમસ કપલ રૂચા ચઢ્ઢા અને અલી ફઝલે પોતાના પરિવાર અને મિત્રોની હાજરીમાં નિકાહ કર્યા છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરી છે. થોડાં દિવસ પહેલાં આ કપલનો પ્રી-વેડિંગ ફંક્શન થયેલ હતો. જેમાં હલ્દી, મહેન્દી , સંગીત જેવા કાર્યક્રમ યોજ્યા હતાં.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
2.5 વર્ષ પહેલાં જ કર્યાં હતાં કોર્ટ મેરેજ
દિલ્લીમાં નવાબી અંદાજમાં ગુરુવારે રૂચા ચઢ્ઢા અને અલી ફઝલે નિકાહ કર્યાં છે પણ આપણામાંથી ઘણાં ઓછાં લોકો જાણે છે કે આ કપલે 2.5 વર્ષ પહેલાં જ કોર્ટ મેરેજ કરી લીધાં હતા. આ કપલ એપ્રિલ 2020માં લગ્ન કરવાનાં હતાં પણ કોરોના લોકડાઉનને લીધે આ લગ્ન પોસ્ટપોન થયાં. પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂચા અને ફઝલે લોકડાઉનમાં જ કોર્ટ મેરેજ કર્યાં હતાં.
2021માં જ્યારે ફરી ધૂમધામથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે કોરોનાની બીજી લહેર આવી પહોંચી. હવે આ સમયે રૂચા અને અલી તરફથી ઑફશિયલ સ્ટેટમેન્ટ આવી ચૂક્યું છે કે તેઓએ 2.5 વર્ષ પહેલાં કોર્ટમાં લગ્ન રજિસ્ટર કરાવી લીધાં છે.
View this post on Instagram
નિકાહની તસવીરોમાં કપલ લાગે છે મનમોહક
નવાબી નિકાહ કર્યા બાદ ફેમસ કપલે પોતાના નિકાહની તસવીરો શેર કરી છે જેમાં રૂચા અને ફઝલ ઑફ વાઇટ આઉટફીટમાં લોકોનાં મન મોહી રહ્યાં છે. ઑફ વાઇટ શરારા ડ્રેસમાં રૂચાએ ગ્રીન કલરની કુંદનવાળી જ્વેલેરી પહેરી છે જેમાં તે અતિ સુંદર લાગી રહી છે. આ એક્ટરે પૉસ્ટના કેપ્શનમાં લખ્યું કે “એક દૌર હમ ભી હૈ…એક સિલસિલા તુમ ભી હો.”