કપિલ શર્માનાં શૉમાં હંમેશા ટી.વીથી લઇને બૉલિવુડ સુધીના સ્ટાર્સ પોતાની ફિલ્મો કે પછી શૉનું પ્રમોશન કરવા આવે છે. પરંતુ આ સમયે કપિલ શર્માનો શૉ ખાસ થવા જઇ રહ્યો છે. કપિલ શર્મા પોતાના અપકમિંગ એપિસોડમાં શ્રેષ્ઠ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલી આપશે. તે દરમિયાન એકસાથે એક કે બે નહીં પરંતુ પૂરાં 11 લોકપ્રિય કોમેડિયનો સાથે મળીને શ્રદ્ધાંજલિ પાઠવશે. આ શૉ માટેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી ગયો છે જેમાં લોકો હસતાં-હસતાં રાજૂ શ્રીવાસ્તવને યાદ કરશે.
કપિલ શર્માએ પોતાની ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૉનાં અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે જેમાં જોઇ શકાય છે કે ‘ધી કપિલ શર્મા શૉ’માં ફેમસ કોમેડિયન્સે એન્ટ્રી લીધેલ છે. કપિલની સાથે સુનીલ પાલ અને એહસાન કુરૈશી જેવા કોમેડિયન્સ પણ નજરે ચડે છે.
- Advertisement -
શૉમાં કપિલ શર્મા સૌનું સ્વાગત કરે છે અને કહે છે કે ‘આજે હસતાં-હસતાં રાજૂ શ્રીવાસ્તવને યાદ કરીએ’ ત્યારબાદ તમામ કોમેડિયન્સ બધાંને હસાવવાનું કામ કરે છે. આ પ્રોમો રાજૂ શ્રીવાસ્તવના કેટલાક ફોટોથી શરૂ થતો જોવા મળે છે.
View this post on Instagram- Advertisement -
હમારે પ્યારે રાજૂભાઇ કો શ્રદ્ધાંજલિ…
કપિલ શર્માએ પૉસ્ટ કરેલ આ વીડિયોમાં કેપ્શન લખ્યું છે કે, ‘ હમારે પ્યારે રાજૂભાઇ કો શ્રદ્ધાંજલિ…આ અઠવાડિયે માત્ર સોની ચેનલ પર’ સોશિયસ મીડિયા પર આ વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ પૉસ્ટ પર સેલિબ્રિટીઝથી લઇને ફેન્સ કમેંટ્સ વરસાવી રહી છે. વિંદૂ દારા સિંહે લખ્યું કે ‘ આપણે તેમને હંમેશા પ્રેમ કરીશું અને હંમેશા યાદ કરીશું’
રાજૂ શ્રીવાસ્તવનું મૃત્યુ કેવી રીતે થયું?
રાજૂ શ્રીવાસ્તવનું જ્યારે 10 ઑગસ્ટનાં કાર્ડિયો વર્કઆઉટ કરી રહ્યાં ત્યારે હાર્ટ અટેક આવતાં તેમને દિલ્હીના AIIMS હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ડોક્ટર્સે તેમની સ્થિતિ નાજુક જણાવી હતી. લાખો લોકોએ તેમના સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી પરંતુ સ્થિતિ વધુ બગડી.