અબ્દૂ રોજિકની લોકપ્રિયતા દુનિયાભરમાં છે. અબ્દૂએ સૌથી પહેલાં જ તાજિક રૈપ સોન્ગ ગાવાનાં ખાસ ટેલેન્ટને લીધે લાઇમલાઇટ પ્રાપ્ત કરી હતી. તેનો રૈપ સોન્ગ ohi dili zor દુનિયાભરમાં ફેમસ છે અને તેના લીધે જ તે સ્ટાર બની ગયો છે. ગાયકી બાદ હવે અબ્દૂ બીગ-બોસ 16માં ધૂમ મચાવી રહ્યો છે.
બીગ-બોસ 16:
- Advertisement -
કદમાં નાનો પણ વિશાળ ટેલેન્ટ ધરાવતો અબ્દૂ રોજિક હવે બીગ-બોસ 16માં ધૂમ મચાવી રહ્યો છે. 19 વર્ષનો ક્યૂટ એન્ડ ટેલેન્ટેડ રોજિક ઇન્ટરનેશનલ સેન્સેશન બની ગયો છે. નાનકડો અબ્દૂ એક શાનદાર સિંગર છે. તેની ગાયકી અને અવાજની દુનિયા ફેન છે.
View this post on Instagram- Advertisement -
શાનદાર સિંગર છે અબ્દૂ
તજાકિસ્તાનમાં જન્મેલ અબ્દૂ રોજિકનું નામ વર્લ્ડ રેકોર્ડમાં લખાયેલ છે. અબ્દૂ રોજિક દુનિયાનો સૌથી નાની ઉંમરનો સિંગર બની ચૂક્યો છે. અબ્દૂની ઉંમર ભલે 19 વર્ષ હોય પણ કદ અને રૂપથી તે આજે પણ નાનકડો બાળક જ લાગે છે કારણ કે બિમારીને લીધે તેની હાઇટ વધી નથી. અબ્દૂ હાઇટથી માત્ર 3.5 ફીટનો છે. પરંતુ તેણે પોતાની નાની હાઇટને પોતાના સપનાંઓની વચ્ચે આવવા નથી દીધું. તે દુનિયાભરમાં લોકોનો પ્રિય બની ગયો છે. અબ્દૂને પહેલા તો તાજિક રૈપ સોન્ગ ગાવાનાં ખાસ ટેલેન્ટને લીધે લાઇમલાઇટ પ્રાપ્ત કરી હતી. તેનો રૈપ સોન્ગ ohi dili zor દુનિયાભરમાં ફેમસ થયો અને તે સ્ટાર બની ગયો.
અબ્દૂની એક્ટિંગ પણ છે પ્રશંસનિય
અબ્દૂ આ સિવાય પણ અનેક ગીતો ગાઇ ચૂક્યો છે અને લોકોએ તેને અનહદ પ્રેમ પણ આપ્યો છે. અબ્દૂ ન માત્ર ગીતો ગાય છે પણ વીડિયો સોન્ગ્સમાં એક્ટિંગ પણ કરે છે. અબ્દૂના આ સૉન્ગમાં તમે જોઇ શકો છો કે તેણે પોતાના ગીતના દરેક શબ્દો પર જબરદસ્ત એક્સપ્રેશન્સ આપ્યાં છે.
View this post on Instagram
ટેલેન્ટનો ખજાનો છે અબ્દૂ
અબ્દૂ રોજિક ટેલેન્ટનો ખજાનો છે. તેના જેટલા વખાણ કરવામાં આવે તેટલું ઓછું છે. સિંગિંગથી લઇને એક્ટિંગ સુધી અબ્દૂ બધી જ વસ્તુઓમાં નંબર વન છે. એક તો અબ્દૂનો ટેલેન્ટ અને બીજી તરફ તેના ક્યૂટ લૂક્સ તેની લોકપ્રિયતામાં વધારો કરે છે. અબ્દૂ હવે બીગ બોસમાં ધૂમ મચાવી રહ્યો છે. પહેલાં જ દિવસે તેણે પોતાની ઇમાનદારી અને નૉટી નેચરથી લોકોના દિલ જીતી લીધાં. હવે જોવાનું રહ્યું કે અબ્દૂ આ શૉમાં કેટલો આગળ વધી શકે છે.