રાજકોટમાં દુર્ગા મહોત્સવનો પ્રારંભ: દશેરાએ સમાપન
શાસ્ત્રોક્ત પધ્ધતિથી દુર્ગા પૂજાના અનુષ્ઠાન, છેલ્લા 50 વર્ષથી બંગાળી બાબુઓ દ્વારા થાય છે આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
બંગાળી એસોસિએશન દ્વારા દુર્ગાપૂજા સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન આજથી તા.5 સુધી રાત્રે 8થી 11 કલાક બાલભવન રેસકોર્સ ઓપનએર થિયેટર ખાતે કરવામાં આવ્યું છે. આ તકે દુર્ગાપૂજા, મહાઆરતી, કલ્ચરલ પ્રોગ્રામ, ક્લાસિકલ સંગીત, નાટક, ડાન્સ સહિતના કાર્યક્રમો યોજાશે. ત્યારે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ડો.ધનસુખ ભંડેરી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિતના મહાનુભવો હાજરી આપશે.
- Advertisement -
માં દુર્ગાની ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવ શિલ્પી ખાસ બંગાળથી રાજકોટ આવે છે
નવરાત્રિના નવલા દિવસોમાં એક તરફ પ્રાચીન ગરબીઅ અને અર્વાચીન રાસોત્સવની રમઝટ બોલી રહી છે ત્યારે બંગાળી સમાજના ઉપક્રમે દરવર્ષની માફક પરંપરાગત રીતે દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બંગાળી લોકો પાંચ દિવસ સુધી દુર્ગા પૂજા કરે છે. ત્યારે આજથી દુર્ગા પૂજા શરૂ થઈ છે જ્યારે આ પૂજા દશેરાએ સંપન્ન થશે. આ મહોત્સવમાં શાસ્ત્રોક્ત પધ્ધતિથી દુર્ગા પૂજાના અનુષ્ઠાન થશે. દુર્ગા પૂજાએ પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોનો સૌથી મોટો તહેવાર ગણાય છે. રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથીં દુર્ગા મહોત્સવની ઉજવણી થાય છે. જેમાં પ્રતિમા બનાવનાર શિલ્પી પાલભાઇ બંગાળથી આવે છે. આ પ્રતિમા ઇકોફ્રેન્ડલી બને તે માટે તેમાં ગંગાની ખાસ માટીનો ઉપયોગ કરાય છે.