હળવદ તાલુકાના પાંચથી વધુ ગામોને જોડતો આ રોડ 17 કિમી લાંબો છે અને છેલ્લા ચાર વર્ષથી રસ્તાનું કામ બંધ છે. આ રોડ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાહનચાલકો અવર જવર કરે છે તેમજ ખેડૂતોને જણસોની હેરાફેરી માટે મુશ્કેલીઓ પડે છે ઉપરાંત હોસ્પિટલના કામ અર્થે નિકળતા દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. આવી અનેક સમસ્યાઓથી પીડાતા લોકોની રજૂઆતોને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માર્ગ-મકાન વિભાગના જગદીશભાઈ વિશ્વકર્માને લેખિત રજૂઆત કરવામાં આવી છે જે રજૂઆતમાં જણાવ્યું છે કે, ચરાડવાથી સુરવદર જતો રસ્તો અતિ બિસ્માર છે અને છેલ્લા ચાર વર્ષથી કામગીરી અધુરી હોય જેથી કરીને વહેલી તકે એજન્સી દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે આ પહેલા પણ અનેકવાર સુરવદરથી ચરાડવાને જોડતા રોડની કામગીરી પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ એજન્સી દ્વારા કામગીરી કરવામાં નહીં આવતા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ રાજ્યના મુખ્યમંત્રી અને માર્ક-મકાન અને વાહનવ્યવહાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.
હળવદના ચરાડવાથી સુરવદરને જોડતા રોડનું કામ ચાર વર્ષે પણ અધૂરું

You Might Also Like
Follow US
Find US on Social Medias