ટેનિસની રમતનાં ઇતિહાસની સૌથી ભાવુક ક્ષણોમાંથી એક જેમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર બે ખેલાડી Roger Federer અને Rafel Nadal રડી પડ્યા હતા. જુઓ આ VIDEO
રોજર ફેડરરે આખરે ટેનિસ કોર્ટમાંથી વિદાય લીધી હતી. સ્વિટઝરલેન્ડનાં ટેનિસ સ્ટાર રોજર ફેડરરે નિવૃતિની જાહેરાત કરી દીધી હતી. રોજર પોતાની કારકિર્દીની આખરી મેચ બાદ રડી પડ્યો હતો. પોતાનાં કટ્ટર હરીફ રાફેલ નડાલ સાથે આખરી ડબલ્સ મેચમાં રમ્યા બાદ ફેડરર ભાવુક થઈ ગયો હતો.
- Advertisement -
નડાલ સાથે જોડી બનાવીને રમી રહેલા રોજરનો આખરી મેચમાં પરાજય થયો હતો. રોજર મેચ પછી ભાવુક થઈ ગયો હતો. એટલું જ નહીં ગ્રાઉન્ડમાં હાજર તમામ ખેલાડીઓ ભાવુક થયા હતા. કરિયર દરમિયાન તેનો કટ્ટર પ્રતિસ્પર્ધી રહેલો સ્પેનિશ ખેલાડી રફેલ નડાલ પણ રડી પડ્યો હતો.
How are we getting over this? @rogerfederer | @RafaelNadal | #RForever pic.twitter.com/cpOfSznp4X
— ATP Tour (@atptour) September 24, 2022
- Advertisement -
શુક્રવારે લેવર કપમાં, તે તેના સાથી રાફેલ નડાલ સાથે ડબલ્સની મેચમાં પરાજય પામ્યો હતો અને તેની સાથે તેની તેજસ્વી કારકિર્દીનો પણ અંત આવ્યો હતો. આ છેલ્લી મેચ બાદ રોજર ફેડરર પોતાના આંસુ રોકી શક્યો નહોતો. તે ખૂબ જ રડતો જોવા મળ્યો હતો. આ ભાવનાત્મક ક્ષણમાં રાફેલ નડાલ પણ તેની સાથે ભીની આંખે જોવા મળ્યો હતો. એટલું જ નહીં રોજરનું ફેમિલી અને પ્રેક્ષકો પણ આંસુ રોકી શક્યા નહોતા. ટેનિસના ઇતિહાસમાં આ ક્ષણ સૌથી ભાવુક ક્ષણોમાંથી એક હશે.
રોજર ફેડરર ત્રીજા સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરુષ ટેનિસ ખેલાડી છે. ગયા અઠવાડિયે, તેણે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી. ઈજાના કારણે તે લાંબા સમય સુધી ટેનિસ કોર્ટની બહાર જતો રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે લેવર કપમાં કારકિર્દીની છેલ્લી મેચ રમવાની જાહેરાત કરી હતી.
Saying so long while soaking it in.#LaverCup pic.twitter.com/dnIAIF7c07
— Laver Cup (@LaverCup) September 23, 2022
તે લેવર કપમાં ટીમ યુરોપ માટે રમવા મેદાનમાં ઉતર્યો હતો. તેનો પાર્ટનર સ્પેનિશ દિગ્ગજ રાફેલ નડાલ હતો. આ જોડીએ ટીમ વર્લ્ડની જોડી ફ્રાન્સિસ ટિફોય-જેક સોકને પ્રથમ સેટમાં હરાવી હતી પરંતુ પછીના બે સેટ રોમાંચક સેશનમાં તેઓ હારી ગયા હતા. આ સાથે ફેડરર-નડાલની જોડીના હાથમાંથી મેચ પણ સરકી ગઈ હતી. હાર બાદ ફેડરર કોર્ટ પર જ રડવા લાગ્યો હતો.