ધ ટ્રાઇડેન્ટ, નરીમાન પોઇંટ, મુંબઇ ખાતે અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીનું વક્તવ્ય
સ્નેહી મિત્રો, શુભ પ્રભાત! આજે એક ઐતિહાસિક પ્રસંગનો દિવસ છે. ઐતિહાસિક એટલા માટે છે કે એક જ ઝાટકે હવે અમે દેશના બીજા ક્રમના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક છીએ. ઐતિહાસિક એટલા માટે કે અમે હવે દેશની બે સૌથી પ્રતિકાત્મક બ્રાન્ડના માલિક બન્યા છીએ. એક કે જે આઝાદી પૂર્વેના ભારતના ’ગ્રિટ’ ને વ્યાખ્યાયિત કરે છે અને બીજી જે આત્મવિશ્વાસભર્યા ભારતની ’ભાવના’ને વ્યાખ્યાયિત કરે છે. ઐતિહાસિક એટલા માટે કારણ કે આ સંપાદન ભારતના આંતર માળખા અને સામગ્રીના ક્ષેત્રમાં ચાર મહિનાના વિક્રમી સમયમાં આખરી થયેલું અત્યાર સુધીનું સૌથી મોટું ઈનબાઉન્ડ મર્જર એન્ડ એક્વિઝીશન છે. ઐતિહાસિક એટલા માટે છે કારણ કે જ્યારે ભારત આધુનિક વિશ્વમાં જોવા મળેલા સૌથી મોટા આર્થિક ઉછાળા પૈકીના એકની શિખર પર છે એવા સમયે અમારો આ વ્યવસાયમાં પ્રવેશ થઈ રહ્યો છે.
- Advertisement -
સિમેન્ટ શા માટે ? એવો સવાલ મને વારંવાર પૂછવામાં આવે છે – તેથી હું આ વ્યવસાયમાં આગળ વધવા માટેના તર્ક વિશે વાત કરું તો ભારતની ગાથામાં અમારી અટલ માન્યતા અને 2050 સુધીમાં ભારત 25 થી 30 ટ્રિલિયન-ડોલરની અર્થવ્યવસ્થા બની જશે તેના ઉપર અમારા દ્રઢ ભરોસા સાથે શરૂ થાય છે. આંકડાઓથી આપ સહુ વાકેફ છો. ભારત વિશ્વમાં સિમેન્ટનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, ત્યારે આપણો માથાદીઠ વપરાશ ચીનના 1600 કિલોગ્રામની તુલનાએ માત્ર 250 કિલો છે. જે વૃદ્ધિ માટે લગભગ સાત ગણો હેડરૂમ છે. વધુમાં સરકારના અનેક કાર્યક્રમો ગતીશીલ બની રહ્યા છે ત્યારે સિમેન્ટની માંગમાં લાંબા ગાળાની સરેરાશ વૃદ્ધિ જીડીપી કરતાં 1.2 થી 1.5 ગણી થવાની ધારણા છે. અમે આ સંખ્યામાં બમણી વૃદ્ધિની ધારણા રાખીએ છીએ.
દેશમાં સૌથી વધુ નફાકારક સિમેન્ટ ઉત્પાદક બનવા સાથે ઉલ્લેખનીય માર્જિન વિસ્તરણની અપેક્ષા રાખીએ છીએ અને આગામી પાંચ વર્ષમાં વર્તમાન 70 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતાથી વધારીને 140 મિલિયન ટન કરવાની અમે અપેક્ષા રાખીએ છીએ. મારા આત્મવિશ્વાસનો મોટો હિસ્સો એસીસી અને અંબુજા તરફથી અમને મળી રહેલા નેતૃત્વની સંયુક્ત તાકાતમાંથી આવે છે એ કહેવાની જરૂર નથી. અમે જે પગલા લઇએ છીએ તે દરેક રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે બંધબેસતા હોવા ઉપરાંત આ માન્યતાના લેન્સમાંથી પસાર થવા જોઈએ.આપણી મૂલ્ય પધ્ધતિની ફળશ્રુતિ અને રાષ્ટ્ર નિર્માણમાં વિશ્વાસ સહુને જોવા માટે છે.
હું વિગતવાર જણાવું:
હવે અમે વિશ્વની સૌથી મોટી સોલાર પાવર કંપની છીએ અને ભારતને હરીયાળું બનાવવાનું નેતૃત્વ કરી રહ્યા છીએ
અમે વૈશ્વિક ગ્રીન હાઇડ્રોજનની કેડીનું પણ નેતૃત્વ કરી રહ્યા છીએ અને આ વ્યવસાયમાં 70 બિલીઅન ડોલર્સનું રોકાણ કરવા પ્રતિબધ્ધતા ધરાવીએ છીએ.
- Advertisement -
25% ટ્રાફિક અને 40% એર કાર્ગો સાથે રાષ્ટ્રના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર છીએ.
રાષ્ટ્રીય બજારમાં 30% હિસ્સા સાથે ભારતમાં પોર્ટસ અને લોજિસ્ટિક્સની સૌથી મોટી અમારી કંપની છે.
અમે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન, કગૠ, કઙૠ, સિટી ગેસ અને પાઇપ્ડ ગેસ ડિસ્ટ્રિબ્યુશનમાં ફેલાયેલા ભારતના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ એનર્જી પ્લેયર છીએ. આ દરેક વ્યવસાય ડબલ ડિજિટના દરે વધી રહ્યા છે. અમે દેશના કેટલાક સૌથી મોટા રોડ કોન્ટ્રાક્ટ હાંસલ કર્યા છે અને આ ક્ષેત્રમાં અમે સૌથી મોટી ભૂમિકા અદા કરવાના માર્ગ પર છીએ. અદાણી વિલ્મરનો અમારો ભવ્ય ઈંઙઘ હતો જેણે અમોને દેશની સૌથી વધુ મૂલ્યવાન ઋખઈૠ કંપની બનાવ્યો છે. અમે ડેટા સેન્ટર્સ, સુપર એપ્સ, એરોસ્પેસ અને ડિફેન્સ, ઇન્ડસ્ટ્રિઅલ ક્લાઉડ્સ, ધાતુઓ અને પેટ્રોકેમિકલ્સનો સમાવેશ કરતા બહુવિધ નવા ક્ષેત્રોમાં અમારો ભવિષ્યનો પંથ જાહેર કર્યો છે. અમારા ધિરાણો પહેલા કરતાં વધુ મજબૂત છે અને અમારી વૃદ્ધિને વધુ વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય બજારો અને વ્યૂહાત્મક ભાગીદારો પાસેથી અમે અબજો ડોલર એકત્ર કરતા રહીએ છીએ. આજે અમારું માર્કેટ કેપ 260 બિલિયન ડોલર છે જે ભારતમાં કોઈપણ કંપની કરતાં વધુ ઝડપથી વિકસ્યું છે અને અલબત્ત, અમે હવે દેશના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક છીએ.
મિત્રો, મેં શરૂઆતમાં કહ્યું તેમ ભારતમાં હોલ્સિમની સિમેન્ટ અસ્કયામતોનું સંપાદન માળખા અને સામગ્રીના ક્ષેત્રે અત્યાર સુધીનું સૌથી મોટું ઈનબાઉન્ડ મર્જર એન્ડ એક્વિઝીશન છે. અમે તાજેતરના સમયમાં કરેલા અનેક મોટા સોદાઓ પૈકીનું એક છે. અદાણી ગૃપની વૃધ્ધિની ફિલોસોફી વિષે લોકોના એક સાામાન્ય પ્રશ્ન છે. ભારતની વિકાસ ગાથામાં અને રાષ્ટ્ર નિર્માણમાં અમારી માન્યતામાંથી આ ફિલોસોફી ઉદભવે છે.
નવી ઉભરતી વિશ્વ વ્યવસ્થામાં શક્તિ આત્મનિર્ભરતામાંથી આવશે એવી માન્યતામાંથી તે ઉદભવે છે અથવા આપણામાંના ઘણા જેને આત્મનિર્ભરતા કહે છે. તે એવી માન્યતામાંથી તરી આવે છે કે વિશ્વમાં કોઈ પણ રાષ્ટ્ર ભારત જેવું સ્થાન ધરાવતું નથી આપણા રાષ્ટ્રના વિકાસને વેગ આપનારા ચાર વેક્ટરનો લાભ ઉઠાવવાનો છે.
અને છેલ્લે આ વિશે વાત કરીને સમાપન કરું છું.
પ્રથમ વેક્ટર આપણા રાષ્ટ્રનું વસ્તી વિષયક ડિવિડન્ડ છે જેણે આપણને 2050 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની કેડી ઉપર મૂક્યા છે. ભારતની સરેરાશ ઉંમર 2050 માં પણ માત્ર 38 વર્ષ હશે. આપણા દેશના મધ્યમ વર્ગની વૃદ્ધિ. 2050માં ભારતની વસ્તી લગભગ 1.6 અબજ હશે. ભારત જેટલો મોટો મધ્યમ વર્ગ વિશ્વને ફરી ક્યારેય જોવા નહીં મળે. આ મધ્યમ વર્ગનો વિકાસ માંગ અને વપરાશમાં અભૂતપૂર્વ વધારો કરશે આને બીજા વેક્ટર દ્વારા સમર્થન મળશે.
ત્રીજું વેક્ટર ટકાઉપણા માટેનું વૈશ્વિક ચાલક છે. રિન્યુએબલ પાવર રાષ્ટ્રીય હરિયાળી ઔદ્યોગિક ક્રાંતિને આગળ ધપાવશે જે હમણાં જ શરૂ થઈ રહી છે. આને વિકેન્દ્રિત વીજ ઉત્પાદન દ્વારા પણ સક્ષમ કરવામાં આવશે જે ખાસ કરીને ગ્રામીણ વસ્તી માટે પરિવર્તનકારી હશે. વિકેન્દ્રિત શક્તિ ભારતને ’તમામ’ ના માઇક્રો-સાઇઝિંગને વેગ આપવાનો વિકલ્પ આપે છે. તે માઇક્રો-મેન્યુફેક્ચરિંગ, માઇક્રો-એગ્રીકલ્ચર, માઇક્રો-વોટર, માઇક્રો-હેલ્થકેર, માઇક્રો-બેંકિંગ, માઇક્રો-એજ્યુકેશન – આપણા દેશની ગ્રામીણ વસ્તીને જરૂરી દરેક વસ્તુને સક્ષમ કરે છે.
અને છેલ્લે, ચોથો વેક્ટર ડિજિટાઇઝેશન છે.
ભારતના યુવાનો અને આપણા મધ્યમ વર્ગમાં વૃદ્ધિનું સંયોજન નવી તકો ઊભી કરવા માટે આપણા દેશના ડિજિટલ પરિવર્તનને વેગ આપશે. હું માનું છું કે ભારત જે અજોડ ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે તે આપણા અપેક્ષિત 8% જીડીપી વૃદ્ધિની ટોચ પર નોંધપાત્ર વધારાની ઉત્થાન પેદા કરશે. તે 2050 સુધીમાં 30 ટ્રિલિયન-ડોલરના જીડીપી લક્ષ્ય તરફની આપણી સફરને વેગ આપશે.