સમુહ પાટલા સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
માળિયા હાટીના રઘુવંશી સમાજ દ્વારા તા.18થી 25 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ સમુહ પાટલા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 21 પાટલા છે. રવિવારના રોજ પોથીયાત્રા યોજાઇ હતી. જેમાં 21 યજમાનો સહિત સમસ્ત રઘુવંશી સમાજનાં લોકો વાજતે-ગાજતે પોથીયાત્રામાં જોડાયા હતા. માથે કળશ સાથે કુમારીકાઓએ પોથીયાત્રા કાઢી હતી. આજથી આ સપ્તાહનો પ્રારંભ થશે. માળિયા લોહાણા મહાજન વંડીમાં તા. 25 સુધી દરરોજ બપોરના 3થી 7 વાગ્યા સુધી પુષ્ટિમાર્ગીય વકતા કેતનભાઇ પેરાણી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કરવામાં આવશે. આ દિવસો દરમિયાન દરરોજ સાંજે જુદાજુદા રઘુવંશી પરીવારો દ્વારા સમુહ જ્ઞાતી ભોજનનું પણ આયોજન થયેલ છે.