રોજની 17થી 18 કલાકના વાંચન :બાળપણથી જ ડોક્ટર બનાવાનું સ્વપ્ન હતું
ખાસ-ખબર સંવાદદાતા
મુળ રાજકોટ જિલ્લાના આટકોટના રહેવાસી અને હાલ અમદાવાદ રહી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા જગદીશભાઇ દાફડાના પુત્ર બ્રિજેશએ નીટની પરીક્ષામાં 720માંથી 660 માર્કસ મેળવ્યા છે. બ્રિજેશ નીટની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિની સીટમાં પ્રથમસ્થાન મેળવ્યું છે અને સમગ્ર ભારતમાં અનુસૂચિત જાતિની સીટમાં 54 નંબર અને જનરલ કેટેગરીમાં 2630 નંબર મેળવ્યો છે. બ્રિજેશના પિતા જગદીશભાઇએ જણાવ્યું હતું કે, હું અમદાવાદની કંપનીમાં પ્રાઇવેટમાં નોકરી કરૂ છું. મારા પુત્રને બાળપણથી જ ડોક્ટર બનવાનું સ્વપ્ન હતું. તેમણે ધો.10(સીબીએસસી)માં 94.14 ટકા મેળવ્યા હતા. ધો.12માં 92.04 ટકા મેળવ્યા છે અને ગુજકેટમાં 98.9, જીઇઇમાં 97.07 અને નીટમાં 99.98 પીઆર મેળવ્યા છે.
- Advertisement -
નીટની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 2630મો નંબર મેળવ્યો છે અને અનુસૂચિત જાતિની સીટમાં 54મો નંબર મેળવ્યો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિની સીટમાં પ્રથમ નંબર મેળવી સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ તકે મોટાબાપુ રમેશભાઇ દાફડા સહિતના પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા છે.