જીવ બચાવવા લોકો બારીમાંથી કુદ્યા, હોટેલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં બેટરી ફાટવાથી આગ લાગી
તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદના સિકંદરાબાદમાં એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં8લોકોના મોત થયા છે. તેમજ 10 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રૂબી હોટલના બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલા રૂબી ઈલેક્ટ્રીક વ્હીકલના શોરૂમમાં બાઇકની બેટરી ફાટવાના કારણે આગ લાગી હતી અને ઝડપથી આ આગ આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે આગની આ ઘટના સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે હોટલમાં આગ લાગી ત્યારે લગભગ 23-25 પ્રવાસીઓ ત્યાં રોકાયા હતા. આગ અને ધુમાડાના કારણે એક મહિલા સહિત 6 લોકોના મોત થયા છે. લગભગ 10 લોકો ઘાયલ થયા છે. આગ જોઈને કેટલાક લોકોએ બારીમાંથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા હતા. સ્થાનિક લોકોએ અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
- Advertisement -
હૈદરાબાદ પોલીસ કમિશનરે પુષ્ટિ કરી છે કે અકસ્માતમાં એક મહિલા સહિત 6 લોકોના મોત થયા છે. અન્ય કેટલાક ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવામાં કામે લાગી હતી. જો કે મૃત્યુઆંક વધી શકે છે. આ તમામ લોકો બહારથી કામ માટે હૈદરાબાદ આવ્યા હતા. રેલવે સ્ટેશન નજીક હોવાને કારણે તેઓ આ હોટલમાં રોકાયા હતા. જણાવવામાં આવ્યું છે કે આગ એટલી ગંભીર હતી કે તેની ગરમી દૂર સુધી અનુભવાઈ રહી હતી.
હોટલમાં ઘણા લોકો ફસાયા હોવાના કારણે સ્થાનિક લોકો પણ તરત જ એક્શનમાં આવી ગયા હતા અને તેમણે ઘણા લોકોને હોટલમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.