ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા ધ્રોલ હાઈવે ઉપર સાવડી ગામ નજીક કારચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે ટંકારા પોલીસ અને 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી જોકે અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ટંકારાથી ધ્રોલ તરફ જવાના હાઈવે ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પૂરઝડપે આવતા કારચાલકે બાઈકને અડફેટે લેતા બાઇકચાલક બાબુભાઈ સડમીયા રહે.
- Advertisement -
જયનગરવાળાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. આ બનાવની જાણ થતા સારવાર માટે તાત્કાલિક 108 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ બાઈકસવારનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાનના મૃતદેહને ટંકારા સીવીલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે જ્યારે અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી નાશી છુટતા ટંકારા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.