જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાએ ભૂગર્ભ ના કામથી લોકો ને મુશ્કેલી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરના કામ ચાલી રહ્યા છે,ત્યારે શહેરના ખામધ્રોળથી બાયપાસ ચોકડી સુધી ભૂગર્ભ ગટરની પાઇપ લાઈન નાખવાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે.ત્યારે ભૂગર્ભ ગટરનું કામને ઘણા સમય થી મંદગતિએ ચાલતું હોઈ તેવી ફરિયાદ ઉઠવા પામી છે.એક તરફનો રસ્તો બંધ હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભૂગર્ભ ગટરના કામથી મસમોટા ખાડા પડી જવાથી અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે.આ મુખ્ય રોડ છે બાયપાસ થી ખામધ્રોળ ગામેથી આરટીઓ કચેરી સુધી કામ ચાલી રહ્યું છે અને એક તરફનો રસ્તો બંધ હોવાના કારણે વાહન ચાલકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો ઝડપથી કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે.