કેન્દ્ર સરકારે ભારત બાયોટેક કંપનીને કોરોના માટેની તેની નેસલ વેક્સિનના ઉપયોગની મંજૂરી આપી દીધી છે.
દેશમાં કોરોના સામે વધુ એક મજબૂત હથિયાર મળ્યું છે. તમામ વેક્સિનમાં સર્વશ્રેષ્ઠ ગણાતી નેસલ વેક્સિનનું આગમન થયું છે. દેશમાં હવે આગામી સમયમાં કોરોનાથી નાકથી અપાતી વેક્સિન મળવા લાગશે અને સરકારે તેને માટેની મંજૂરી પણ આપી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવતા DCGIએ ભારત બાયોટેકની ઈન્ટ્રાનેસલ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિન નસ વાટે નહીં પરંતુ નાક દ્વારા અપાય છે અને તે ભારતની પહેલી નેસલ વેક્સિન છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
- Advertisement -
ભારતની પહેલી નેસલ વેક્સિન
આ ભારતમાં કોરોનાની પહેલી નેસલ વેક્સિન છે. અત્યાર સુધી આવી કોઈ વેક્સિન નહોતી. દેશમાં પહેલી વાર સરકારે સ્વદેશી વેક્સિનને મંજૂરી આપી છે.
Bharat Biotech gets emergency use authorisation from DCGI for intranasal #COVID19 vaccine: Union Health Minister Dr Mansukh Mandaviya
This will be India's first nasal vaccine for COVID pic.twitter.com/LZDoVwa5bI
- Advertisement -
— ANI (@ANI) September 6, 2022
મનુસખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી જાણકારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનુસખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે કોવિડ-19 સામેની ભારતની લડાઈને મોટું પ્રોત્સાહન! ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S કોવિડ-19 (ચિમ્પાન્ઝી એડેનોવાયરસ વેક્ટરેડ) પુનઃસંયોજક અનુનાસિક રસીને કટોકટીની સ્થિતિમાં મર્યાદિત ઉપયોગ માટે 18+ વય જૂથમાં માટે મંજૂરી આપવામાં આવી છે.
COVID-19: India's first intranasal vaccine by Bharat Biotech gets DCGI approval
Read @ANI Story | https://t.co/Ewp5wERUsy#COVID19 #BharatBioteach pic.twitter.com/ZLivar9IPx
— ANI Digital (@ani_digital) September 6, 2022
ભારત બાયોટેકની BBV-154 ઇન્ટ્રાનાસલ વેક્સિન છે
ભારત બાયોટેકે કોરોનાની BBV-154 ઇન્ટ્રાનાસલ વેક્સિનની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી છે. જેથી હવે આ રસી બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાય છે. માહિતી અનુસાર BBV-154 ઇન્ટ્રાનાસલ વેક્સીનની પ્રથમ અને બીજી ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. ટ્રાયલ દરમ્યાન રસી પ્રથમ અને બીજા ડોઝ તરીકે આપવામાં આવી હતી. સફળ પરીક્ષણ પછી તેનું બૂસ્ટર ડોઝ તરીકે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે બૂસ્ટર ડોઝ એવા લોકોને આપવામાં આવ્યો હતો જેમને કોવિડની બંને રસી મળી હતી.
વાયરસનો કરે છે ત્વરિત ખાતમો
નાકથી અપાતી કોરોના વેક્સિન ઘણી અસરકારક હોવાનો નિષ્ણાંતોનો મત છે. નસમાં અપાતી વેક્સિન કરતા નાક વાટે અપાતી વેક્સિનને કારણે વાયરસનો ત્વરિત ખાતમો થઈ જાય છે.