સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે ફાઈનાન્સ કમિટીની બેઠક મળી
આંકડાશાસ્ત્ર ભવનમાં 7 લાખના ખર્ચે નેશનલ કોન્ફરન્સ યોજવા મંજુરી અપાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે ફાઈનાન્સ કમિટીની બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે જુદા-જુદા ભવનોમાં અગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો માટે પૈસા ફાળવવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. ફાયનાન્સ કમિટીની મિટિંગમાં ભવનોમાં યોજાનારા કાર્યક્રમોમાં યુનિવર્સિટી વિકાસ ફંડમાંથી નાણા નહીં આપે તેવો નિર્ણય કર્યો હતો.
આ ઉપરાંત આંકડાશાસ્ત્ર ભવનમાં 7 લાખના ખર્ચે નેશનલ કોન્ફરન્સ યોજવા મંજુરી અપાઈ છે. સાથે જ એકેડમિક એન્ડ એડમીનીસ્ટ્રેટિવ આસિસ્ટ સિસ્ટમ માટે 31.86 લાખ ખર્ચાશે. જ્યારે રિસર્ચ ફોર રિસર્જન ફાઉન્ડેશનના ઉપક્રમે પાંચ દિવસના કાર્યક્રમ માટે 7 લાખ ફાળવવા મંજુરી અપાઈ છે. પત્રકારત્વ ભવનને 50 વર્ષ પૂર્ણ થતાં તેને 50 હજારની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે અન્ય ખર્ચ પોતાના સ્વભંડોળમાંથી ખર્ચ કરવા તાકીદ કરાઈ હતી. પત્રકારત્વ ભવને વર્ષમાં 5 કાર્યક્રમો કરવા માટે 9.32 લાખનો ખર્ચ બતાવાયો હતો. જેમાં 3 લાખની આવક ઉપરાંત થનારો 6.32 લાખનો ખર્ચ યુનિવર્સિટી વિકાસ ફંડ માંથી માંગવામાં આવ્યો હતો. જે મામલે આજે મળેલી ફાયનાન્સની બેઠકમાં નિર્ણય થયો છે કે પત્રકારત્વ ભવનમાં વર્ષ દરમિયાન થનારા કાર્યક્રમોમાં બે થી ત્રણ કાર્યક્રમો મેઘાણી વિષયને મળતા આવે છે. જેથી યુનિવર્સિટીમાં કાર્યરત મેઘાણી ચેર સાથે સંકલન કર્યા બાદ તેમાંથી કાર્યક્રમના નાણાં ફાળવવામાં આવે.
દરેક ભવન પોતાના ખર્ચમાંથી જ કાર્યક્રમો કરે તેવો નિર્ણય: ડો.ધરમ કાંબલિયા
સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયાએ જણાવ્યું કે, ભવન પોતાના બજેટમાંથી સંપૂર્ણ ખર્ચ કરી શકે તેવો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આંકડાશાસ્ત્ર ભવનમાં 7 લાખના ખર્ચે નેશનલ કોન્ફરન્સ યોજવા મંજુરી અપાઈ છે. સાથે જ એકેડમિક એન્ડ એડમીનીસ્ટ્રેટિવ આસિસ્ટ સિસ્ટમ માટે 31.86 લાખ ખર્ચાશે. જ્યારે રિસર્ચ ફોર રિસર્જન ફાઉન્ડેશનના ઉપક્રમે પાંચ દિવસના કાર્યક્રમ માટે 7 લાખ ફાળવવા મંજુરી અપાઈ છે.