રાજ્યનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢમાં: કુલપતિ ડૉ. ચોવટિયાની મુલાકાત કરે તેવી સંભાવના
40 હજારનાં મોબાઇલ ફોનની ખરીદી કર્યાનાં આક્ષેપ: ડૉ. ચોવટિયાની નિમણુંક સામે અનેક સવાલો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંકને લઇ વિવાદ થયો છે. ત્યારે રાજયનાં કુષિ મંત્રી રાધવજી પટેલ જૂનાગઢ આવી રહ્યાં છે. કુલપતિ ડૉ. ચોવટિયા સાથે બંધ બારણે બેઠકો થવાની સંભાવના નકારી શકાય નહી. એટલું જ નહી વેરાવળમાં મિલીભગતથી હલાણ માટે લાખો રૂપિયાની વિવાદીત જમીનની ખરીદી કરવામાં આવ્યાં હોવાનાં આક્ષેપ થયા છે. તેમજ 40 હજારનો ફોનની ખરીદી કર્યાની પણ રજુઆત કરવામાં આવી છે.
જૂનાગઢ કૃષિ યુવિનર્સિટીનો ખુબ જ વિસ્તાર અને વિકાસ થયો છે. ખેડૂતોને ઉપયોગી કાર્યો થઇ રહ્યાં છે.પરંતુ કૃષિ યુનિ.માં ભ્રષ્ટાચાર અને ગેરકાનુની નિમણુંકને લઇ વિવાદનો ઉભો થયો છે. કુલપતિની નિમણુંક બાદ અન્ય ગેરરીતીઓનાં પણ આક્ષેપ અને રજુઆતો થઇ રહી છે.પરંતુ સરકાર દ્વારા હજુ કોઇ નકકર પગલા લેવામાં આવ્યાં નથી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ સામે સહી ઝુંબેશ પણ કરવામાં આવી છે. કોર્ટમાં અરજી કરાઇ છે. એસીબીને તપાસનાં હુકમ થયા છે.પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી આગળ વધી રહી નથી. ત્યારે જૂનાગઢમાં કુષિ મંત્રી રાધવજીભાઇ પટેલ આવી રહ્યાં છે. નવનિયુક્ત અને વિવાદસ્પદ કુલપતિ ડૉ.વી.પી.ચોવટિયાની મુલાકાત કરે તેવી ચર્ચા જાગી છે. તેમજ નવાજુનીનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.
કુષિ મંત્રી પણ આ નિમણુંકને લઇ છટકી શકે તેમ નથી. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને લઇ નવો વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢનાં વિરલ જોટવાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પૂર્વ કુલપતિ ડૉ.પાઠક અને પૂર્વ સંશોધન નિયામક અને ઇન્ચાર્જ કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સાથે મળી ડૉ. ચોવટિયાની મિલીભગતથી વેરાવળ ફિશરીઝ કોલેજ(હાલ કામધેનુ યુનિવર્સિટીમાં તબદીલ)નાં હલાણ માટેની જમીન ખાનગી પાર્ટી પાસેથી રૂપિયા 45 લાખ જેવી માતબર રકમ આપી વિવાદીત જમીન ખરીદી કરેલી છે તેની તપાસ થવી જોઇએ.
- Advertisement -
તેમજ ડૉ. ચોવટિયાએ જીઇએમએસ દ્વારા થતી ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરેલ છે. જેમાં અમરેલી જિલ્લાનાં વતની અને કૃષિ કોલેજ અમરેલીમાં ફરજ બજાવતા અધિકારીની બદલી કરી સંશોધન નિયામક ઓફીસમાં લાવેલ અને ખરીદીનું ટેબલ સંભાળેલ. તેનાં સબંધીનાં નામે એજન્સી ખોલી જીઇએમસીમાં રેટ કોન્ટ્રાકટ કરી અને તેને જ ખરીદીનો ઓર્ડર આપી સરકારનાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે.તેમજ રૂપિયા 20 હજાર સુધોનો મોબોાઇલ ખરીદવાનો જગવાઇ છે.
તેમ છતા પૂર્વ કુલપતિ ડૉ. પાઠકને ડૉ.ચોવટિયા દ્વારા પોતાની કચેરીથી રૂપિયા 40 હજારની કિંમતનો મોબાઇલ ફોન આપેલ. પૂર્વ કુલપતિએ ફોન જમા કરાવ્યો નથી. ડૉ.ચોવટિયાએ 40 હજારનો ફોન ખરીદ્યો છે. તમામ પ્રકરણની તપાસ થવી જોઇએ.
શું કુલપતિ ડૉ.ચોવટિયાનું રાજીનામું મગાયું ?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. ચોવટિયાની નિમણુંકને લઇ વિવાદ થયો છે. તેમની વિરૂધ્ધમાં અનેક રજુઆતો થઇ છે અને આક્ષેપ પણ થયા છે. જેના પગલે સરકારે તેમનું રાજીનામું માંગી લીધાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ કુલપતિ રાજીનામુ આપવા કોઇ વાતે તૈયાર ન હોવાનું પણ ચર્ચા રહ્યું છે.