ગણેશ ચતુર્થી તથા આવતા 10 દિવસો સુધી ગણેશજીને ભોગ લગાવવામાં આવે છે પણ ધ્યાન રાખો કે ગણેશજીને માત્ર સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવવો જોઈએ.
ગણેશ ચતુર્થીથી 10 દિવસોનો ગણેશોત્સવ શરુ થઇ ગયો છે. આજે 31 ઓગસ્ટ એટલે કે બુધવારના રોજ ગણેશજીની મૂર્તિઓ વિધિ-વિધાનથી સ્થાપિત કરવામાં આવશે. ગણપતિ બાપ્પા આવતા 10 દિવસો સુધી પોતાના ભક્તો સાથે રહેશે. આ દરમિયાન ભક્તો ગણપતિને પ્રસન્ન કરવા માટે તેમની સેવા કરશે. ગણેશજીને તેમના પ્રિય ભોગ લગાવશે. આમ કરવાથી ગણપતિ પ્રસન્ન થાય છે.
- Advertisement -
ગણપતિજીને જરૂર લગાવો આ ભોગ
ગણપતિ બાપ્પાને મોદક અને દૂર્બા ખૂબ જ પ્રિય છે. ધર્મ શાસ્ત્રો અનુસાર, આ વસ્તુઓ વિના ગણેશજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. જ્યારે પૂજામાં ગણેશજીને મોદક અને દૂર્બાનો ભોગ લગાવવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને બધી જ મનોકામનાઓ પૂરી કરે છે. આ ઉપરાંત, ગણપતિને મોતીચૂરનાં લાડુ પણ પસંદ છે. 10 દિવસો દરમિયાન, ભક્તો ગણેશજીને સવારે અને સાંજે બંને સમયે જાતજાતની મીઠાઈઓ અને પકવાનોનો ભોગ લગાવે છે. મહિલાઓ ઘરમાં જાતજાતના પકવાન બનાવે છે. મોદક પણ સરળતાથી બનાવી શકાય છે. આ માટે વિભિન્ન ફૂડ વેબસાઈટ પર ઘણી રેસીપી પણ ઉપલબ્ધ છે.
ભોગને લઈને રાખો આ બાબતોનું ધ્યાન
ગણેશ પર્વ દરમિયાન, ધ્તાન રાખો કે ભગવાન ગણેશને સાત્વિક વસ્તુઓણો જ ભોગ લગાવો. કોઈપણ વસ્તુમાં લસણ – ડુંગળી, તીખા મસાલાણો ઉપયોગ ન કરો. આમ તો આ દરમિયાન સૌએ સાત્વિક ભોજન જ કરવું જોઈએ. સાથે જ ભોગ હંમેશા સ્નાન કર્યા બાદ જ બનાવો. ભોગ બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને બનાવવાની પ્રક્રિયામાં શુદ્ધતા – પવિત્રતાનું ધ્યાન રાખો. ભોગ બનાવતા સમયે મન સકારાત્મક રહે. કોઈપણ વિષે ખરાબ ન વિચારો અને પૂરા ભક્તિભાવથી ભગવાન ગણેશને ભોગ અર્પિત કરો.